મહેસાણામાં શાળાના પ્રિન્સીપાલની બોથડ પદાર્થથી હત્યા કરાઈ:આરોપીની ધરપકડ
દેશ સહિત ગુજરાતમાં ક્રાઈમ રેટ દિવસેને દિવસે તેજગતિએ વધી રહ્યો છે લોકોને પોલીસ કે તંત્રની બીક જ નથી રહી કે નથી સજાની કોઈ જાતનો ડર લોકો બેફામ બની ક્રાઈમ કરી રહ્યા છે ત્યારે મહેસાણાના મોઢેરા ચોકડી નજીક આવેલા નવદીપ ફ્લેટમાં રહેતાં મહિલા શિક્ષિકા ઉપર તેમની પડોશમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર હુમલો કરી લોખંડના વાંદરી પાનાના ૨થી વધુ ઘા મારતાં તેમનું મોત થયું હતું. જ્યારે તેમનો પુત્ર આવી જતાં તેના ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે હથિયાર સાથે હત્યારાને દબોચી લીધો છે. જાેકે, પોલીસે હાલ તપાસના ભાગરૂપે નામ આપવા ઇન્કાર કર્યો હતો.
પોલીસ સૂત્રો મુજબ, બોદલા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં અને મહેસાણાના નવદીપ ફેટલમાં રહેતાં કલ્પનાબેન પ્રકાશભાઈ પટેલ (૪૫) બુધવારે રાત્રે ૮.૩૦ વાગે ઘરમાં હતાં. ત્યારે પડોશમાં રહેતો એક શખ્સ ઘરમાં ઘૂસી ગયો હતો અને અગમ્ય કારણોસર વાંદરી પાનાથી કલ્પનાબેનના માથામાં એક થી વધુ ઘા મારતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ દરમિયાન મહિલાનો પુત્ર રોનક (૨૧) દૂધ લઈને ઘરે આવતાં તેને પણ માથાના ભાગે ૨ થી વધુ ઘા માર્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને બેભાન અવસ્થામાં લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયો છે. હત્યાની ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ હત્યારાને ઝડપી પાડી હત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
Recent Comments