fbpx
રાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટ ફાઉન્ડર બિલ ગેટ્‌સનો રોટલી બનાવતો વિડીયો વાયરલ

સોશિયલ મીડિયા પર બિલ ગેટ્‌સના આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કર્યું- લવ ફ્રોમ ઈન્ડિયા. બીજા એક યુઝરે મજાક કરતા લખ્યું- હું આના કરતાં સારી રોટલી બનાવું છું. મને નોકરી પર રાખી લો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું- તે સરસ દેખાઈ રહી છે. તેમજ અન્ય એક યુઝરે મજાક કરતા લખ્યું કે, આ વીડિયો સારો છે, પણ તેમાં જણાવવામાં આવ્યું છે કે રોટલી કેવી રીતે ન બનાવવી જાેઈએ.માઈક્રોસોફ્ટ ફાઉન્ડર બિલ ગેટ્‌સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

જેમાં તેઓ રોટલી બનાવતા અને ઘી સાથે રોટલી જમતા નજરે પડી રહ્યા છે. તેમની સાથે અમેરિકન શેફ એટન બર્નથ પણ છે. શેફ એટન બર્નથે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ બિલ ગેટ્‌સને રોટલી બનાવતા શીખવી રહ્યા છે. સાથે જ તેઓ તે પણ જણાવી રહ્યા છે કે તેમણે રોટલી બનાવવાનું ક્યાંથી અને કેવી રીતે શીખ્યું હતું. વીડિયોની શરૂઆતમાં શેફ એટન દુનિયાના ચોથા સૌથી અમીર બિઝનેસમેન બિલ ગેટ્‌સનનો પરિચય કરાવે છે. પછી તેઓ ગેટ્‌સને નવી ડિશ એટલે કે રોટલી બાબતે જણાવી રહ્યા છે.

ત્યારબાદ ગેટ્‌સ ચમચા વડે રોટલીનો લોટ બાંધતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં તેમને રોટલી વણતા પણ જાેઈ શકાય છે. વીડિયોમાં શેફ એટન બર્નથે જણાવ્યું કે તેમણે ભારત પ્રવાસ દરમિયાન બિહારમાં રોટલી બનાવવાનું શીખ્યું હતું. આ સાથે તેમણે લખ્યું કે, મેં ભારતના બિહારમાં ઘઉની ખેતી કરતા કેટલાક ખેડૂતો સાથે પણ મુલાકાત કરી હતી. ત્યાં તેમણે ‘દીદીની રસોઈ’ કેન્ટીનમાં કામ કરતી મહિલાઓ પાસેથી રોટલી બનાવવાનું શીખ્યું હતું.

Follow Me:

Related Posts