fbpx
અમરેલી

માતૃભાષા દિવસે શિક્ષક જયસુખભાઇ જીકાદરા નું માતૃભાષા અભિયાનના ટ્રસ્ટી, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સન્માન …

દામનગર શાખપુર તાજેતરમાં ૨૧ ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ – ૨૦૨૪ ની ઉજવણી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ મુકામે કરવામાં આવી હતી. જેમાં ગુજરાતી ભાષામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ નવતર પ્રયોગ કરી સારૂં એવું શાળા કક્ષાએ શિક્ષણ કાર્ય કરનાર ઈનોવેટીવ ટીચરને આમંત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ખૂણે ખૂણેથી ઘણાં નવાચારો કરનાર શિક્ષકોની કરેલ કામગીરીની ફાઇલો મંગાવવામાં આવી હતી. જેમાં કુલ – ૧૪ શિક્ષકોની નવતર પ્રયોગની ફાઈલોની પસંદગી થઈ હતી. જેમાં અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના શાખપુર કન્યાશાળામાં ફરજ બજાવતા જયસુખભાઇ લાલજીભાઈ જીકાદરાની ઓનલાઇન શિક્ષણ નવાચાર સબબની ફાઈલ પસંદગી પામી હતી.

માતૃભાષા અભિયાનના ટ્રસ્ટી દ્વારા નવાચારની પ્રસ્તુતિ સબબ તેઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓએ પોતે કરેલ નવાચારની કાર્યક્રમમાં સુંદર પ્રસ્તુતિ કરી હતી. તેઓને લોકપ્રિય લેખક યશવંતરાય મહેતા, સન્માનનીય  મનસુખભાઈ સલ્લા (લોકભારતી સણોસરા) અને આદરણીય ટ્રસ્ટી  રાજેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. આ  સબબ શાળા પરિવાર, ગામ અને તાલુકા સાથે અમરેલી જિલ્લાનું પણ નામ પણ રોશન કર્યું છે. આ માટે શાળા પરિવાર તથા શાખપુર ગ્રામજનો ગૌરવની લાગણી અનુભવે છે.. જયસુખભાઇને ખૂબ ખૂબ અભિનંદન.. તેઓ ઉત્તરોતર પ્રગતિ કરે એવી સૌ એ શુભકામના પણ પાઠવી છે. …

Follow Me:

Related Posts