ગુજરાત

માત્ર ૧૨ પાસ અનિલ મારૂ ક્લાસ ૧ ઓફિસર બની ગયો હતો! મારૂના ભાઇ-ભાભી પણ ACB સંકજામાં

લાંચિયા અનિલ મારૂને લઈ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, અનિલ મારૂ ભુજ નગરપાલિકા ફિક્સ પગારે લાગ્યા ત્યારે પણ કૌભાંડ આચરવામાં આવતું હતું, અનિલ મારૂને ફિક્સ પગાર ૨૫૦૦ને બદલે ૫૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવતા. ઓડિટમાં ભૂલ થતા અનિલ મારૂને જાણ કરવામાં આવી પણ ભાઈએ કોઈ જ જવાબ ન આપ્યો. અનિલ મારૂ ૪ વર્ષ ૨૫૦૦ને બદલે ૫૦૦૦ રૂપિયા પગાર લીધો હતો. ર્દ્ગંઝ્રના બદલામાં કેટલા લોકો પાસેથી લાંચ લેવાઈ એ દિશામાં તપાસ શરૂ અક્રવામાં આવી છે.

ત્યારે હવે અનિલ મારૂએ જેટલા લોકોને ર્દ્ગંઝ્ર આપી, એ તમામને તપાસ માટે બોલાવાયા છે. ૪૩ દિવસમાં તપાસ માટે ૧૩૯ લોકોને છઝ્રમ્નું તેડું આવ્યું છે. તમામની પૂછપરછ બાદ લાંચિયા અધિકારીના તમામ ગુનાનો પર્દાફાશ થશે. અનિલ મારૂ હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. અનિલ મારૂને રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરવામાં આવ્યો છે. હવે રાજકોટમાં લાંચિયા અધિકારીની તપાસમાં અનેક ઝપેટમાં આવી ગયા છે. અનિલ મારૂ ૧.૮૦ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. ત્યારે હવે અનિલ મારૂએ જેટલા લોકોને ર્દ્ગંઝ્ર આપી, એ લોકોની પુછપરછમાં અધિકારીએ કરેલી કરતૂતોનો પર્દાફાશ થશે. છઝ્રમ્ દ્વારા કેટલા લોકો પાસેથી લાંચ લઈને અનિલ મારૂએ ર્દ્ગંઝ્ર આપી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ અનિલની ભરતી ગેરકાયદેસર રીતે થઈ હોવાનો ખુલાસો થયો હતો. માત્ર ૧૨ પાસ અનિલ મારૂ ક્લાસ ૧ ઓફિસર બની ગયો હતો. ભરતી સમયે અનિલ મારૂની ઉંમર ૨૫ની જગ્યાએ ૨૨ વર્ષ હોવા છતાં ભરતી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫થી અનિલ મારૂને કાયમી કરાયો હતો. ભુજ પંથકના મોટા માથાઓને ઇશારે ભરતી કરાઈ હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. ત્યારે અનિલ મારૂના ભાઇ-ભાભી પણ છઝ્રમ્ના સંકજામાં આવી ચૂક્યા છે. રાજકોટ ્‌ઇઁ અગ્નિકાંડ બાદ મારૂની રાજકોટમાં બદલી કરાઈ હતી. જાે કે ૩ જૂન ૨૦૨૪ના રોજ ભુજ ઓડિટ વિભાગે અનિલ મારૂની શંકાસ્પદ ભરતીની માહિતી સરકારને આપી હતી. ભરતી પ્રક્રિયા અને પ્રમોશન બાબતે તપાસ કરવા સરકારને પત્ર લખ્યો હતો. આમ છતાં સરકારે તેની બદલી રાજકોટ કરી હતી. અનિલ મારૂને લઇને એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે સરકારે જાણ હોવા છતાં આંખ આડા કાન કર્યા હોવાનું જણાઈ રહ્યું છે.

Related Posts