આજ રોજ ભાવનગર ખાતે યોજાયેલ લોકાર્પણ અને ખાત મુહુર્ત નાં કાર્યક્રમ માં જનપ્રીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સમ્માન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરિયા અને અમરેલી જિલ્લા ભાજપ ટીમ દ્વારા કરાયું હતું. ભાવનગર ,અમરેલી અને બોટાદ આ સયુંકત કાર્યક્રમ માં અમરેલી જિલ્લા માંથી અંદાજે ૨૦૦૦૦ જેટલા લોકો જોડાયા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરિયા અને જિલ્લા નાં ભાજપ કાર્યકર્તાઓ એ સરકારી તંત્ર સાથે ખભે ખભો મિલાવી ખૂબ જહેમત ઉઠાવી હતી . કાર્યક્રમ નાં અંતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને એરપોર્ટ પર વિદાઈ આપવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરિયા,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા ,ભુપેન્દ્રભાઈ બસિયા,રાજેશ કાબરિયા, પીઠાભાઈ નકુમ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ માં અમરેલી જિલ્લા માંથી દિલીપભાઈ સંઘાણી,નારણભાઈ કાછડીયા,રેખાબેન મોવલિયા, જે.વી.કાકડીયા ,પૂર્વ ધારાસભ્યો,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખો,ચુંટાયેલા પ્રતિનિધિઓ,મંડલ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Recent Comments