સ્વચ્છ ભારત મિશન ફેઝ-૨ તથા નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત, સાવરકુંડલા તાલુકાના ૧૧ ગામોમાં ડોર ટુ ડોર
કચરા કલેક્શન માટે ઈ-રીક્ષાની ફાળવણી કરવામાં આવી. જેમાં ઘાંડલા,નાનાભમોદ્રા, મોલડી, ભુવા,અમૃતવેલ,હાથસણી,
મીતીયાળા,ઘજડી,મોટાજીંજુડા, પીયાવા તથા ફીફાદ ગામનો સમાવેશ થાય છે.તથા આ ઉ૫રાંત સ્વચ્છતા અભિયાન અંર્તગત ૪૦ ગામોમાં
ઘન કચરાના નિકાલ માટે ટ્રેકર તથા ટ્રોલીની ફાળવણી કરવામાં આવી હતી.આમ ટોટલ ૫૧ જેટલા વાહનો ફાળવી સ્વચ્છતા ક્ષેત્રે
સાવરકુડલા તાલુકાએ વઘુ એક કદમ આગળ આવ્યો છે.આ કાર્યક્રમમાં માન.ઘારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત
રહ્યા હતા.આ પ્રસંગે શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, “સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત ગામડાઓમાં
સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. આ ઈ-રીક્ષાની ફાળવણીથી ગામડાઓમાં કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થશે અને સ્વચ્છતામાં વધારો
થશે.”આ ઈ-રીક્ષાની મદદથી ગામડાઓમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં આવશે, જેના કારણે ગામડાઓ સ્વચ્છ અને સુંદર બનશે.જેના
લીઘે ગામડાઓમાં લોકોનું આરોગ્ય અને સુખાકારી જળવાઇ રહે તે માટે આ એક મહત્વનું ૫ગલુ ભરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં તાલુકા
પંચાયતાના પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા,માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી દિપકભાઇ માલાણી,સિંચાઇ સમિતીના ચેરમેનશ્રી લાલભાઇ
મોર,જીલ્લા પંચાયતના સદસ્યશ્રી પુનાભાઇ ગજેરા,તાલુકા પંચાયતના ઉ૫પ્રમુખ શ્રી ૫રશોતમભાઇ ઉમટ,તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ
શ્રી લલીતભાઇ બાલઘા,શ્રી મુકેશભાઇ મહીડા,શ્રી દિ૫કભાઇ મકવાણા,શ્રી મનુભાઇ ડાવરા,શ્રી જસુભાઇ ખુમાણ,સરપંચશ્રી ભરતભાઇ
કથીરીયા,શ્રી રમેશભાઇ સાવલીયા,શ્રી કાળુભાઇ કાતરીયા, તેમજ ભાજ૫ અગ્રણીશ્રી નારણભાઇ નાકરાણી,શ્રી મહેશભાઇ ભાલાળા
સહિતના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરતા :કસવાલા



















Recent Comments