ગુજરાત

માલિયાસણ ગામ નજીક બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોતલોકોએ દરવાજા તોડી અંદરથી મૃતદેહોને બહાર કાઢ્યા

રાજકોટ- અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક આજે સવારે એક ટ્રક અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતમાં બે કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો છે અને લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં છે. કાર પડીકું વળી જતા લોકોએ દરવાજા તોડી અંદરથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ ભયંકર અકસ્માતથી અરેરાટીભર્યા દૃશ્યો જાેવા મળ્યાં છે.

અકસ્માતના પગલે માલિયાસણ પાસે હાઈવે પર ટ્રાફિકજામ થયો છે. સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકોએ સાથે મળી મહામહેનતે મૃતદેહ બહાર કાઢ્યા છે. રાજકોટના મનહર પ્લોટ વિસ્તારમાં રહેતા હિરેનભાઈ વશરામભાઇ સગપરિયા (ઉં.વ.૪૫)ના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે મૃતદહોને સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. માલિયાસણ ગામ નજીક આજે વહેલી સવારે ય્ત્ન-૦૩-૨૦૩૨ નંબરની રાજકોટ પાસિંગની અને બીજી ય્ત્ન-૧૩-છઇ-૭૩૫૩ નંબરની સુરેન્દ્રનગર પાસિંગની કાર સાથે ટ્રકનો અકસ્માત થયો હતો. જેમાં બન્ને કાર પડીકું વળી જતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી ગઈ છે.

Follow Me:

Related Posts