માસ્ક ન પહેરનાર લોકો વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ માસ્ક ના પહેરનાર લોકોએ કોવિડ સેન્ટરમાં કામ કરવું પડશે
સરકારને જાહેરનામું બહાર પાડી કોવિડ સેન્ટરમાં ૫થી ૬ કલાક સુધી કોમ્યુનિટી સેવા આપવા આદેશ કર્યો, આગામી સુનાવણી ૨૪ ડિસેમ્બરે
કોરોના મહામારીને ગંભીરતાથી ન લેનાર અને એકથી વધુ વાર માસ્ક ન પહેરતા ઝડપનાર લોકોને કોવિડ સેન્ટરમાં નોન મેડિકલ ફેસિલિટી સેવા માટે મોકલવાનો ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનાર, સોશ્યલ ડિસ્ટન્સ અને અન્ય નિયમનોનું પાલન કરનાર લોકો માટે કોવિડ કેર સેન્ટરમાં નોન મેડિકલ સેવા માટે મોકલવાનો પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો છે. રાજ્ય સરકાર આગામી સુનાવણી, એટલે કે ૨૪ ડિસેમ્બરે ઉપરોકત સૂચનોના અમલનો સ્ટેટ્સ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનાર લોકોને ૫ થી ૧૫ દિવસ સુધી લોકલ કોવિડ સેન્ટરમાં ૪ થી ૬ કલાક સુધી સેવા કરવાની નિર્દેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી ૪ ડિસેમ્બર રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાબ રજૂ કરતા રાજ્ય સરકારે જણાવ્યું હતું કે માસ્ક ન પહેરનાર વ્યક્તિને કોવિડ કેર સેન્ટરનો ચલણ આપ્યા બાદ તેનું અમલીકરણ કઈ રીતે કરવું એ મુદ્દે કોઈ નિણર્ય લઈ શક્યા નથી.
રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે માસ્ક ન પહેરનાર લોકોને ઝડપી કોવિડ કેર સેન્ટરનો ચલણ આપી શકાય પરંતુ એ વ્યક્તિ કોવિડ સેન્ટરમાં ગયો છે કે કેમ અને ક્યાં ક્યાં હોસ્પિટલમાં કે સેન્ટરમાં તેમને મોકલવા અને અમલવારી અંગે રાજ્ય સરકાર કોઈ ર્નિણય લઈ શકી નથી. માસ્ક ન પહેરનાર લોકોને કોવિડ કેર સેન્ટર મોકલવાના અમલીકરણ માટે વધારાના સ્ટાફની પણ જરૂર પડશે, જ્યારે વર્તમાન સમયમાં મોટાભાગના કર્મચારીઓ જુદી જુદી સેવામાં જાેડાયેલા છે. અમે કડક પગલાં લઈ રહ્યાં છે આગામી સોમવાર સુધી સ્થિતિ સુધરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
કોવિડની સ્થિતિમાં ખાસ કરીને પાછલા ત્રણ દિવસમાં સુધાર જાેવા મળ્યો છે. પાછલા ત્રણ દિવસમાં ૧૦૮ – ૧૦૪ને કોલ્સ, માસ્ક ન પહેરનાર લોકોની સંખ્યા અને ઓક્સિજનની માસ્કમાં પણ ઘટાડો જાેવા મળ્યો છે. કોરોનાને લગતા નિયમોનું પાલન થાય અને લોકો માસ્ક પહેરે તેના માટે શહેરના દર ચાર રસ્તા પર પોલીસ તૈનાત કરવામાં આવી છે.
રાજ્ય સરકારના જવાબ બાદ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે જણાવાયું હતું કે આ સમય ખૂબ જ મહત્વનો છે. એક સપ્તાહ પછી પરિસ્થિતિ સુધારી કે વણસી પણ શકે છે. જસ્ટિસ જે.બી. પારડીવાલાએ તાવનો ઉદાહરણ આપતા કહ્યું કે વ્યક્તિને ૧૦૪નો તાવ આવ્યો હોય અને હવે ઘટીને ૧૦૨ થઈ ગયો હોય ત્યારે જાે વધુ કડક નિયમો બનાવવામાં આવે તો સ્થિતિમાં સુધાર થઈ શકે છે. અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે કોરોનાના આંકડા વધારે કમ થતા રહે છે.
Recent Comments