જિલ્લા માહિતી કચેરી અમરેલી ખાતે સિનિયર ક્લાર્ક તરીકે નવનિયુક્ત શ્રી મિલનભાઈ ગામીનો જિલ્લા માહિતી પરિવાર દ્વારા સત્કાર સમારંભ યોજાયો હતો. શ્રી મિલનભાઈ ગામીએ તા.૧૫ ડિસેમ્બરના રોજ તેમની ફરજનો કાર્યભાર વિધિવત રીતે સંભાળ્યો હતો. માહિતી પરિવાર અમરેલી દ્વારા મિલનભાઈ ગામીનું પુષ્પગુચ્છથી સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, શ્રી ગામીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન રાજકોટ સ્થિત આત્મીય કોલેજ ખાતેથી રસાયણ શાસ્ત્ર સાથે બી.એસ.સી.નો અભ્યાસ કર્યો છે. આ અગાઉ મિલનભાઈએ ફાર્મા કંપનીમાં અંકલેશ્વર ખાતે કામગીરી કરી હતી. આ સત્કાર સમારંભમાં નાયબ માહિતી નિયામક ડૉ. ડી.જે. છાટબાર, ટેકનિકલ આસિસન્ટશ્રી વી.આર. પિપળીયા, માહિતી મદદનીશ સર્વ શ્રી ધર્મેશભાઈ વાળા, શ્રી જયભાઈ મિશ્રા, ઓપરેટરશ્રી એમ.એમ. ધડુક સહિત જિલ્લા માહિતી પરિવારના સર્વ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માહિતી પરિવાર અમરેલી દ્વારા સિનિયર ક્લાર્ક મિલનભાઈ ગામીનો સ્વાગત અને સત્કાર સમારંભ યોજાયો

Recent Comments