મુખ્યમંત્રીએ અમદાવાદના વાડજ સ્થિત ડોહલી માતાના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા, તેમના નેતૃત્વમાં 200 દિવસ સરકારના પૂર્ણ થયા
મુખ્યમંત્રીએ અમદાવાદના વાડજ સ્થિત ડોહલી માતાના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા તાજેતરમાં જ તેમના નેતૃત્વમાં ૨૦૦ દિવસ સરકારના પૂર્ણ થયા છે ત્યારે તેમને અહીં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના નવા વાડજ ગામ ખાતે આવેલ ડોહલી માતાના મંદિરે શ્રદ્ધાપૂર્વક દર્શન કરી આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રીએ અત્યંત ભાવ પૂર્ણ પૂજન-અર્ચન કરીને જણાવ્યું હતું કે માતાજી આપણા પર અસીમ કૃપા વરસાવે અને તેમના આશીર્વાદ આપણા સૌ પર બન્યા રહે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું મોમેન્ટોથી સ્વાગત ગામના અગ્રણી શ્રી ભેમાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહ અને ગામના અગ્રણીઓ તેમજ ભક્તો આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત રાજ્યની ભાજપા સરકારના ૨૦૦ સફળ અને યશસ્વી દિવસો પૂર્ણ થયા છે. તે નિમિત્તે ભાજપા ગુજરાતના અધ્યક્ષ સી.આર. પાટીલની એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ સુરત ખાતે યોજવામાં આવી રહી છે. આ પ્રકારના કામો અત્યાર સુધી ૨૦૦ દિવસમાં થયા યુવા કૌશલ્યને નિખાર આપતી SSIP 2.0 સ્પોર્ટસ પોલિસી-આઇ.ટી પોલિસી અને બાયોટેક્નોલોજી પોલિસીની ભેટ રાજ્યને આપી. નવી ૧૧ યુનિવર્સિટીઓની મંજૂરી સાથે રાજ્યમાં વૈશ્વિક જ્ઞાન પિરસતી કુલ-૧૦ર યુનિવર્સિટી. રાસાયણયુકત ખેતીથી મુક્તિ આપવા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડની રચના જેવા અનેક કામો કર્યા છે. આદિજાતિ વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક સુવિધા માટે પ૦૦ નવા મોબાઇલ ટાવર ઊભા કરવાની પહેલ, અનૂસુચિત જાતિના ૧.૧૪ લાખ વિદ્યાર્થીઓને રૂ. ૧૯૬ કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ, રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ર લાખ ૪૪ હજાર કરોડના કદનું બજેટ, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે ૫૦૦ કરોડની જોગવાઇથી ગૌશાળા-પાંજળાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓનો માળખાકીય વિકાસ,
Recent Comments