મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસ બરોબર કરજાે મારું સાસરું છે ભઈ. આપણે બધા જેને-જેને ધર્મની પકડી રાખ્યો છે, તેને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ હંમેશાં મળતો રહ્યો છે. જે ધર્મને વ્યવસ્થિત રીતે પકડીને આગળ વધ્યા છે તેની જાહોજલાલી પણ આપણે જાેઈ શકીએ છીએ કે તે ક્યા સુધી પહોંચી શકે છે. ઘણી વખત આપણે જાેયું છે કે, આપણી પટેલની ભાષામાં કહીએ કે જવા દેને કરોડ રૂપિયા છે પણ કશું છૂટ્તું નથી. પાંચિયું પણ છૂટે નહીં, પૈસા વાપરવાનું જીગર હોય અને ધર્મ પ્રત્યેની લાગણી હોય ત્યારે આપણે પૈસા વાપરી શકીએ છીએ. નહીં તો આપણને ઘણા બધાને એમ થાય કે, આ આટલા બધા પૈસા કમાઈને તેને વાપરશે ક્યા. ખાલી ભેગું કરીને શું કરશો. જીવન અને મૃત્યુનો કોઈ સારો સંદેશ આપતા હોય તો તે શિવ ભગવાન છે. તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તે કાર્યક્રમમાં જ માસ્ક અને સામાજિક અંતરના નિયમોનો ભંગ થયો હતો.
ગરબા રમતા સમયે પણ લોકોને માસ્ક પહેરવાનું કહેતી સરકારીના મુખ્યમંત્રી જ ખૂદ અલગ-અલગ કાર્યક્રમોમાં માસ્ક અને સામાજિક અંતરનું ભંગ કરી રહ્યા છે. જાે સામાન્ય વ્યક્તિ રસ્તા પર માસ્ક પહેર્યા વગર નીકળે તો તેની પાસેથી ૧ હજાર રૂપિયાનો દંડ લેવામાં આવે છે પણ રાજકીય સભા કે રાજકીય કાર્યક્રમમાં કોઈ કાર્યકર્તા, નેતા કે મંત્રીઓની પાસેથી દંડની વાસૂલાત કરવામાં આવતી નથી. ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમના હાજર રહેલા મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યું નહોતું. માત્ર એકલ દોકલ લોકો માસ્ક પહેરીને કાર્યક્રમમાં બેસેલા જાેવા મળ્યા હતા.નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે. આજે બીજું નોરતું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના સાલડી ગામમાં આવેલા પીપળેશ્વર મહાદેવના મંદિરના કળશ વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓને વિકાસના કામો કરવા માટેની ટકોર કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં રમૂજ કરતા અધિકારીઓને કહ્યું હતું કે, વિકાસ બરાબર કરજાે અને આ મારું સાસરું છે. મુખ્યમંત્રીની આ વાત સાંભળીને કાર્યક્રમમાં આવેલા સૌ કોઈ લોકો હસી પડ્યા હતા.
Recent Comments