fbpx
બોલિવૂડ

મુનવ્વર ફારુકીની મહેમાનગતિ કરીને સ્ટાર સ્પોર્ટ્‌સ સલવાયું?

ૈંઁન્ માં ૧૨મી મેના રોજ જે થયું તેના કારણે ચર્ચાનો મુદ્દો બન્યો છે. ટીવી બ્રોડકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્‌સ પર વિવાદના વાદળો ઘેરાયા છે. આમ થવા પાછળનું કારણ સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારુકી છે જેને ચેનલ દ્વારા ઓનએર કરવામાં આવ્યો હતો. અહીં નોંધનીય છે કે કોમેડિયન મુનવ્વર ફારુકીની ધાર્મિક લાગણીઓ દુભાવાના કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને ૨૦૨૧માં જામીન મળ્યા હતા. જાેકે, તે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ૧૨મી મેએ રમાયેલી મેચ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્‌સ પર મુનવ્વર જાેવા મળ્યો હતો. હવે મુનવ્વરને સ્ટાર સ્પોર્ટ્‌સ પર દર્શાવવામાં આવ્યો અને મહેમાનગતી કરવામાં આવી તેની સામે લોકોને વાંધો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સ્ટાર સ્પોર્ટ્‌સ ઈન્ડિયાને બોયકોટ કરવાની હાકલ કરવામાં આવી રહી છે.

મુનવ્વર ફારુકી સામે કયા કેસમાં નોંધાઈ છે ફરિયાદ?… તે જાણો.. આરોપી મુનવ્વર ફારુકીએ તેના એક શો દરમિયાન હિન્દુ દેવીનું અપમાન કર્યું હતું અને ધાર્મિક લાગણી દુભાવી હતી, આ કેસમાં મુનવ્વરની જાન્યુઆરી ૨૦૨૧માં ધરપકડ કરવામાં આવી હતી અને તેને મધ્યપ્રદેશના ઈન્દોરની જેલમાં મોકલવામાં આવ્યો હતો.આ કેસમાં થયેલી ફરિયાદ મુજબ ઈન્દોરના ૫૬ દુકાન કાફેમાં ૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ આ સ્ટેન્ડ-અપ કોમેડિ શો કરવામાં આવ્યો હતો, જે બાદ મુનવ્વર ફારુકી સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ભાજપના ધારાસભ્ય માલિની લક્ષ્મી સિંઘ ગૌડના દીકરા એકલવ્ય સિંહ ગૌડે મુનવ્વર ફારુકી સામે ૈંઁઝ્રની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. એકલવ્ય સિંઘ દ્વારા આ મામલે ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમના જાણીતા કેટલાક લોકો આ શો જાેવા માટે ગયા હતા, જ્યાં મુનવ્વરે હિન્દુ દેવી-દેવતાઓ પર મજાક કરી હતી, અને પછી આયોજકને આ શો બંધ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.વિવિધ કલમો હેઠળ નોંધાઈ છે ફરિયાદ?… તે જાણો.. આ કેસમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારુકી સાથે અન્ય લોકોની સામે પણ ૈંઁઝ્રની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં કલમ ૨૯૫-છ (કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્યો)નો પણ સમાવેશ થાય છે. તેમની સામે કોરોના મહામારી દરમિયાન મંજૂરી વગર શોનું આયોજન કરવાની ફરિયાદ પણ થઈ હતી. મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા આ કેસમાં મુનવ્વર ફારુકીના જામીન સદભાવ બંધારણની ફરજ છે તેમ જણાવીને ફગાવવામાં આવ્યા હતા. જાેકે, સુપ્રીમ કોર્ટ દ્વારા ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.આ વર્ષે ૨૪મી એપ્રિલે સુપ્રીમ કોર્ટ દ્વારા મુનવ્વર સામે થયેલી અલગ-અલગ ફરિયાદોને ઈન્દોર ટ્રાન્સફર કરી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને સંજય કરોલની પીઠે દિલ્લીમાં પ્રોડક્શન વોરન્ટના સંબંધમાં મુનવ્વરના વચગાળાના જામીનને ત્રણ અઠવાડિયા લંબાવામાં આવ્યા હતા. પોતાને જામીન મળ્યા બાદ મુનવ્વર છન્‌મ્ટ્ઠઙ્મટ્ઠદ્ઘૈ અને સ્ઠ ઁઙ્મટ્ઠઅીનિા રિયાલિટી શો ન્ર્ષ્ઠા ેંॅॅમાં પણ જાેવા મળ્યો હતો.

Follow Me:

Related Posts