પોલીસ વિભાગમાં હોદો મેળવવા માટેનો મૂળ પ્રેરણા સ્ત્રોત કોરોના દરમિયાન પોલીસ વિભાગની કામગીરી પ્રત્યક્ષ નિહાળીને પોલીસ વિભાગ પ્રત્યેના આદરભાવે વિસ્મય માનસેતાને બનાવ્યા ડીવાયએસપી મૂળ સાવરકુંડલાના વતની છેલ્લા પંદર વર્ષથી રાજકોટ રહેતાં પરેશભાઈ માનસેતાના સુપુત્ર વિસ્મયભાઈએ પોતાનું પ્રાથમિક શિક્ષણ સાવરકુંડલા પૂર્ણ કરેલ અને રાજકોટમાં બીએસસી કેમેસ્ટ્રી સાથે પૂર્ણ કર્યા બાદ માસ્ટર ઓફ આર્ટસમાં પબ્લીક એડમીનીસ્ટ્રેટીવ સાથે ૨૦૧૯માં જીપીએસસી પરીક્ષા પાસ કરી સરકારમાં ક્લાસ ટુ શ્રમ અધિકારી તરીકે પ્રથમ પોસ્ટીંગ જુનાગઢમાં થયું હતું. તેમની પાસે તે વખતે ગીર સોમનાથ જિલ્લાના પણ ચાર્જ હતો. તેમના શૈક્ષણિક કારકિર્દી ઉપરાંત
ટ્રાવેલિંગના શોખીન વિસ્મય માનસેતા વોલીબોલમાં ડિસ્ટ્રીકટ લેવલ સુધી રમી ચુક્યા છે.
વહીવટી વિભાગમાં ઉત્તમ કક્ષાની સેવાઓ આપનાર વિસ્મય માનસેતાએ શ્રમ અધિકારી તરીકે કોરોના કાળમાં શ્રમિકોની અનન્ય સેવા કરી હતી. આ સમય દરમિયાન પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ ખૂબ સહયોગ પ્રાપ્ત થયો હતો. અને પોલીસ વિભાગની કામગીરી નિહાળીને જ પોલીસ તંત્રમાં કામગીરી કરવા મનોમન નિર્ધાર કર્યો હતો.
જીપીએસસીની પરીક્ષામાં બીજી વખત પાસ થયા બાદ મ્યુનિસિપલ ચીફ ઓફિસર તરીકે પણ નિમણૂંકને સ્વીકારી ન હતી. જયારે ૨૦૨૧ માં જીપીએસસી પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ૧૨ મું સ્થાન મેળવ્યા બાદ ગાંધીનગર ખાતે કરાઈ પોલીસ તાલીમ એકેડમીમાં ટ્રેનીગ માટે જોડાયા હતાં. એક વર્ષની ટ્રેનીંગ પૂર્ણ થયા બાદ તેમનું ગીર સોમનાથ જિલ્લામાં ડીવાયએસપી તરીકે પ્રથમ પોસ્ટીંગ થયું છે. પોસ્ટીંગ બાદ તેમના પિતાશ્રી પરેશભાઈએ પત્રકાર બિપીનભાઈ પાંધી સાથે એક ટેલીફોનીક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મૂળ તો અમારા વડીલોમાં પણ વેપાર એ જ અમારા વારસો હતો પરંતુ ભાઈ વિસ્મયની સતત ધગશ, મહેનત અને દ્રઢ સંકલ્પને કારણે તથા વડીલો અને ઈશ્ર્વર કૃપાથી અમારા પરિવારમાં પ્રથમ જ આ પ્રથમ ઘટના છે કે અમારા સુપુત્રે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા છે હજુ પણ યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઈએએસ બનવાના પણ પ્રયાસ ચાલુ છે. આમ જોવા જઈએ તો આ માનસેતા પરિવાર ખૂબ જ સંસ્કારી અને ધર્મપ્રેમી પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ વિભાગમાં ૨૦૨૨માં વિસ્મય માનસેતા પસંદગી પામ્યા હતાં અને તેમણે ગાંધીનગર ખાતે તાલીમ પૂર્ણ કર્યો બાદ ગીર સોમનાથ જિલ્લાના ડીવાયએસપી તરીકે પ્રથમ પોસ્ટીંગ થતાં ચાર્જ સંભાળી લીધો છે.
આ સમાચાર સાંભળીને સાવરકુંડલા શહેરમાં રઘુવંશી સમાજમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે. આમ ગણીએ તો આ માનસેતા પરિવાર ખૂબ જ સંસ્કારી અને ધર્મપ્રેમી પણ છે. ખાસ નોંધનીય બાબત એ છે કે પરેશભાઈનો નાનો પુત્ર ડો. ધ્રુમીલ માનસેતા પણ અભ્યાસમાં અત્યંત મેધાવી છે હાલ અમદાવાદ ખાતે એમણે પણ એમ. બી. બી. એસ પૂર્ણ કરીને પોતાના વિદ્વત્તાનો પરિચય આપી દીધો છે. અને ખુદ પરેશભાઈ પણ રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓ સતત પ્રગતિ કરે અને જરૂર જણાય ત્યાં પોતે પણ આ તમામ વિદ્યાર્થીઓને યથાશક્તિ સહયોગ અને માર્ગદર્શન આપવા પ્રતિબધ્ધતા દર્શાવતાં જોવા મળે છે. એટલે દીપ સે ટીપ જલાકે ચલો જ્ઞાન કી ગંગા બહાતે ચલો એ સૂત્ર સાથે આજના ડિઝીટલ યુગમાં નોલેજ એ જ પાવર છે એટલે એને આત્મસાત્ કરવું અત્યંત આવશ્યક છે એવું પરેશભાઈ સ્યંમ માને છે અને એના બંને પુત્રોમાં એ ચરિતાર્થ પણ કર્યું છે. આજના યુગ જ્ઞાનની સ્પર્ધાનો યુગ છે એટલે ખૂબ જ વિશદ નોલેજ પ્રાપ્ત કરવું જરૂરી છે.
સાવરકુંડલા ખાતે લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણી, રઘુવંશી ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ શ્રી આર. કે. ગઢીયા, વીરદાદાજસરાજ સેનાના પ્રમુખ હિતેશ સરૈયા, રઘુવંશી અગ્રણી, વિજયકુમાર વસાણી, મુકુંદભાઈ નાગ્રેચા, અષ્ટકાન્તભાઇ સૂચક, ડો
વડેરા સાહેબ, નરેન્દ્રભાઈ વણઝારા, જતીન બનજારા, મહેશભાઈ મશરૂ, રાજુભાઈ શીંગાળા, રાજુભાઈ નાગ્રેચા, ઘનશ્યામ મશરૂ, હાર્દિક ખીમાણી, હાર્દિક અઢિયા, હસુભાઈ સૂચક, હસુભાઈ વડેરા, પરેશભાઈ કોટક, મયૂરભાઈ પોપટ, શશીકાંત ગઢીયા, જસાભાઈ સરૈયા, દીપકભાઈ પાંધી, પ્રિયંક પાંધી સમેત રઘુવંશી અગ્રણીઓ તથા યુવા ગ્રુપ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવેલ. તેમજ ભાઈ વિસ્મયની યશસ્વી કારકિર્દીની મંગલ કામના પણ કરવામાં આવેલ. આ શુભ પ્રસંગે જલારામ મંદિરના રમુદાદાએ પણ વિસ્મયભાઈને શુભાશિષ પાઠવ્યા છે.
Recent Comments