બોલિવૂડ

મેકર્સે ટ્રેલર રિલીઝ કર્યુ, ટોકિંગ પોઇન્ટ બની ગયું ફિલ્મ પઠાણનું ટ્રેલર

વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં સૌથી મોટી બોલીવુડ મૂવી રિલીઝ થવા જઇ રહી હોય તો તે છે પઠાણ. યશરાદ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ દ્વારા લાંબા સમય બાદ શાહરૂખ ખાન કમબેક કરી રહ્યો છે. આ કારણ છે કે ફિલ્મના ટ્રેલરને લઇને ફેન્સ વચ્ચે ભારે એક્સાઇટમેન્ટ હતું. જ્યારથી મેકર્સ તરફથી આ જાણકારી આપવામાં આવી હતી કે ટ્રેલર ૧૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે રિલીઝ, ત્યારથી જ ફેન્સ આતુરતાથી રાહ જાેઇ રહ્યાં હતા. જેવુ મેકર્સે ટ્રેલર રિલીઝ કર્યુ, તે ટોકિંગ પોઇન્ટ બની ગયું અને સોશિયલ મીડિયા પર ધડાધડ શેર થવા લાગ્યું. ટ્રેલરમાં સેન્ટર ઓફ અટ્રેક્શન કોઇ હોય તો તે છે શાહરૂખ ખાન. આખા ટ્રેલરમાં શાહરૂખ જ છવાયેલો છે. તેવામાં દીપિકા પાદુકોણ અને જાેન અબ્રાહમ પણ એક્શન મોડમાં જાેવા મળી રહ્યાં છે.

દીપિકા પોતાના ગ્લેમ લુકથી જાેન પોતાના ટફ લુકથી ઇમ્પ્રેસ કરી રહ્યાં છે. ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના આગલા દિવસે રિલીઝ થશે. ફિલ્મ ‘પઠાણ’ના આખા ટ્રેલરમાં ફુલ ઓન એક્શન જાેવા મળ્યુ. ફિલ્મના વીએફએક્સ પર પણ ઘણુ કામ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ખાસ રીતે હવાઇ એક્શન પર ફોકસ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં સ્ટંટ સીન આકર્ષિત કરી રહ્યાં છે. આ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણાનો અંદાજ પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જણાવી દઇએ કે ફિલ્મ ‘પઠાણ’ પાછલા થોડા સમયથી વિવાદોમાં સંપડાયેલી છે.

જ્યારે ફિલ્મનું પહેલું સોન્ગ ‘બેશરમ રંગ’ રિલીઝ થયું તો તે ભગવા બિકીનીના કારણે વિવાદોમાં ઘેરાઇ ગયું હતું. ઘણી જગ્યાઓએ ફિલ્મ બોયકોટ કરવાની માંગ ઉઠી હતી જે હજુ પણ યથાવત છે. સોન્ગ પર સેન્સરની કાતર પણ ફરી ગઇ છે. બીજી બાજુ શાહરૂખના ફેન્સ વચ્ચે ફિલ્મને લઇને જબરદસ્ત ક્રેઝ જાેવા મળી રહ્યો છે અને તેઓ આતુરતાથી આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જાેઇ રહ્યાં છે. આ વર્ષે શાહરૂખની ત્રણ બિગ બજેટ ફિલ્મો રિલીઝ થઇ રહી છે.

Related Posts