ગુજરાત

મેડિકલ કોલેજાેને તોતિંગ ફી વધારા માટે ગુજરાત સરકારે મંજૂરી આપી દીધી ગુજરાતની ૧૩ મેડિકલ કોલેજાેની ફીમાં ૮૦ ટકાનો વધારો

ગરીબ કે મધ્યવર્ગના લોકોના સંતાનો માટે સ્મ્મ્જી ભણવું સપનું બની જશે! કરોડપતિ વાલીઓને જ પોષાય તેવો તોતિંગ ફી વધારાને ગુજરાત સરકારે મંજૂરી આપી દીધી છે. સરકારે આ વર્ષની શરૂઆતમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજાેમાં ધરખમ વધારો કર્યા બાદ વિરોધને પગલે ઘટાડો તો કર્યો હતો. પરંતુ બીજી બાજુ ખાનગી મેડિકલ કોલેજાેમાં ધરખમ ફી વધારો ઝીંક્યો છે. સરકારે એમબીબીએસમાં એટલી બધી ફી કરી દીધી છે વાલીએ સંતાનને એમબીબીએસ કરાવવા માટે એક કરોડ રૂપિયા ખર્ચી નાખવા પડે છે.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની ૧૩ મેડિકલ કોલેજાેની ફીમાં ૮૦ ટકાનો વધારો થયો છે. ફીમાં આ વધારો આ શૈક્ષણિક સત્રથી લાગુ થશે. સરકારના આ ર્નિણયથી વાલીઓ લાલઘુમ થયા છે. આ ભાવવધારો ગરીબો તો છો, મધ્યવર્ગીય પરિવારોને પણ પોસાય તેમ નથી. એટલે કે પૈસાદાર પરિવારના સંતાનો જ ડોક્ટર બની શકશે. ગુજરાતમાં ય્સ્ઈઇજી હેઠળ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, પાટણ, ગોધરા, વલસાડ, નવસારી, જૂનાગઢ સહિત કુલ ૧૩ મેડિકલ કોલેજાે છે. તેમની ફીમાં ૮૦ ટકાનો વધારો કરવાનો ર્નિણય લેવાયો છે. રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજાેની ફીમાં વધારો જાહેર કરાયો છે.

વાસ્તવમાં ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક કોલેજની ફીમાં ત્રણ વર્ષ માટે વધારો નક્કી કરાયો છે. મેડિકલ કોલેજની ફીમાં એક વર્ષ માટે વધારો નક્કી કરાયો જ્યારે બે વર્ષની હવે નક્કી કરાશે. પ્રાથમિક વિગતો મુજબ ૧૯ મેડિકલ કોલેજની સ્મ્મ્જી ની ફીમાં ૧૦ ટકાથી લઈને ૫૦ ટકા સુધીનો વધારો અપાયો છે. જેમાં સૌથી વધુ નડિયાદની એન. ડી. દેસાઈ મેડીકલ કોલેજની ફીમાં વધારો અપાયો છે. આ કોલેજાેમાં સ્ટેટ ક્વોટામાં ૧૫૦૦, ઓલ ઈન્ડિયા ક્વોટામાં ૭૫, મેનેજમેન્ટ ક્વોટામાં ૨૧૦ અને દ્ગઇૈં ક્વોટામાં ૩૧૫ બેઠકો ઉપલબ્ધ છે.

ખાનગી કોલેજાેની નવી જાહેરા કરાયેલી ફીમાં સરકારી ક્વોટામાં વાર્ષિક ફી સરેરાશ ૮થી ૧૦ લાખ રૂપિયા છે એટલે કે પાંચ વર્ષના ૫૦ લાખથી વધુ ખર્ચવા પડે અને મેનેજમેન્ટ ક્વોટામાં વર્ષની ફી સરેરાશ ફી ૧૮થી ૨૦ લાખ રૂપિયા છે. આમ એક કરોડ રૂપિયા ખર્ચી નાખવા પડે. સરકારના આ ર્નિણયનો વાલીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. ફી વધારાના આ ર્નિણયને લઈને વાલીઓ અને પેરેન્ટ્‌સ એસોસિએશન સોસાયટી સામે ભારે નારાજ છે. તેમની માંગ છે કે આ ફી ઘટાડવી જાેઈએ જેથી મિડલ કે લોઅર મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ પણ તેમનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે. એફઆરસીએ મ્યુનિ. સંચાલિત હોસ્પિટલ સહિતની ૧૯ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજાેમાં ૨ લાખથી ૪.૬૦ લાખની ફી વઘારો કરતા વાલીઓએ વિરોધ કર્યો છે. શનિવારે ગુલબાઈ ટેકરા સ્થિત એફઆરસીની ઓફિસ ખાતે વાલીઓએ ફી વધારા મુદ્દે વિરોધ પ્રદર્શિત કરી વધારો પાછો ખેંચવાની માગણી કરી.

ગુજરાતની આ કોલેજાેમાં થયો ફી વધારો
વડોદરાની પારુલ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની ૧૦ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૯.૫૦ લાખ ફી
કચ્છની ગુજરાત અદાણી કોલેજની સરકારી ક્વોટાની ૮.૭૦ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૮.૫૫ લાખ ફી
અમદાવાદની ઝાયડસ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની ૯.૩૭ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૮.૭૩ લાખ
અમદાવાદની ડૉ. એમ.કે.શાહ કોલેજની સરકારી ક્વોટાની ૯.૬૬ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૯.૩૨ લાખ ફી
સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની ૮.૭૦ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૨૦ લાખ ફી
કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની ૧૦ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૯.૯૧ લાખ ફી
સુરતની મ્યુનિ. ઇન્સ્ટિટયૂટ મેડિકલ એજ્યુકેશનની સરકારી ક્વોટાની ૮.૯૫ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૯.૯૬ લાખ ફી
પાલનપુરની બનાસ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની ૭.૯૮ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૯.૨૪ લાખ ફી
અમદાવાદની છસ્ઝ્ર સ્ઈ્‌ કોલેજની સરકારી ક્વોટાની ૯.૧૪ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૨૩ લાખ ફી
એનએચએલ મ્યુનિ. મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની ૭.૪૧ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૨૨.૨૦ લાખ ફી
ભરૂચની કિરણ સી. પટેલ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની ૮.૫૦ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૮ લાખ ફી
મહેસાણાની નૂતન મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની ૯.૫૦ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૮.૫૦ લાખ ફી
અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની ૮.૫૮ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૭.૧૬ લાખ ફી
નડિયાદની એનડી દેસાઈ મેડીકલ કોલેજની સરકારી ક્વોટાની ૯.૮૧ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૨૨.૫૦ લાખ ફી
કલોલની અનન્યા કોલેજની સરકારી ક્વોટાની ૯.૫ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૭.૩૨ લાખ ફી
અમદાવાદની સાલ મેડિકલ સાયન્સ કોલેજની સરકારી ક્વોટાની ૯.૫૨ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૭.૬૦ લાખ ફી
ગાંધીનગરની શ્રી સ્વામિનારાયણ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની ૯.૦૫ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૭.૩૨ લાખ ફી
સુરતની કિરણ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની ૯.૦૫ લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૭.૩૨ લાખ ફી

Related Posts