મેથ્સ કવિઝમાં મેઢા પ્રા.શાળાના બાળકોની ઝળહળતી સિદ્ધિ..
આદર્શ વિદ્યાલય,માનવડ અને ઓલ ઓન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા “પાલિતાણા મેથ્સ કવીઝ-2022″નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાલિતાણા તાલુકાની અલગ અલગ ૧૭ જેટલી સરકારી અને પ્રાઇવેટ શાળાના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં પાલિતાણા તાલુકાની સરકારી શાળા શ્રી મેઢા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વાળા ધવલ આર.(ધોરણ -૬), મકવાણા લાલજી એમ.(ધોરણ – ૭) અને પટેલ રુદ્ર વી.(ધોરણ – ૮) આ બાળકોની ટીમ મેથ્સ કવિઝમાં પ્રથમ નંબર મેળવી વિજેતા બની હતી. જે બદલ આ બાળકોને આયોજક સંસ્થા દ્વારા ગોલ્ડ મેડલ, પ્રમાણપત્ર અને શિલ્ડ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. જે માટે મેઢા પ્રાથમિક શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે.
Recent Comments