મોંઘવારીના ફુંફાડામાં આમજનતા પરેશાન. હજુ ટમેટાના ભાવ કાબુમાં આવ્યાં ત્યાં કઠોળના ભાવમાં વધારો થતાં રોજીંદા જીવનજરૂરિયાત માટે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડે છે. એક તો વરસાદ ખેંચાતા ખેડૂતો પણ પરેશાન છે અને હવે વહેલાસર એક સારા વરસાદની જરૂરિયાત ખેતી માટે ખૂબ જરૂરી છે. એવામાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓમાં ભાવ વધારાને કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ખાસકરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવક અને રોજગારીમાં મોંઘવારીના પ્રમાણમાં વધારો નથી થયો અને મોંઘવારીનો ભસ્માસૂર દિનપ્રતિદિન આમજનતાનું જીવન દોહ્યલું કરતો જોવા મળે છે. આ ભાવવધારાના વિષચક્રને નાથવા માટે સરકારે કોઈ ઠોસ પગલાં લેવા જોઈએ તેવું આમજનતા ઈચ્છે છે.
મોંઘવારીના વિષચક્રમાં આમઆદમીનું જીવન દોહ્યલું બની ગયું.. ગૃહિણીઓના રસોડાના બજેટ અસ્તવ્યસ્ત. વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતાતુર.

Recent Comments