મોટા ફેરફારના એંધાણઃ સચિવ,કલેક્ટરથી માંડી ડીડીઓ સુધીની બદલીઓનો તખ્તો તૈયાર
આગામી એકાદ સપ્તાહમાં ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે.સચિવ, કલેક્ટરથી માંડીને ડીડીઓ સુધીની બદલી કરવાનો તખ્તો ઘડાઇ ચૂક્યો છે. ૧૦ જેટલાં આઇએએસને સારૂ પોસ્ટિંગ મળી શકે છે જયારે ૧૦થી વધુ સચિવોની બદલી થઇ શકે છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરમાં ધરમૂળમાં ફેરફાર થવાના સંકેત છે.
દિલ્હીથી લીલીઝંડી મળતાં જ બદલીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ગુજરાત સરકારની વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરવા સનદી અધિકારીઓથી માંડીને ડીડીઓની યાદી તૈયાર કરાઇ છે. સૂત્રોના મતે, અડધોડઝનથી વધુ જિલ્લા કલેક્ટરો પણ બદલાઇ શકે છે. આ ઉપરાંત સુરત સહિતના મોટા શહેરોમાં મ્યુનિ.કમિશ્નર પણ બદલવા નક્કી કરાયુ છે.
સુરત મ્યુનિ.કમિશ્રનર બંછાનીધી પાનીને પાટનગર ગાંધીનગરમાં સારૂ પોસ્ટિંગ મળે તેવી ચર્ચા છે. કોરોનામાં સારી કામગીરીની નોંધ લઇ સરકાર બંછાનિધી પાનીને શિરપાવ આપશે. આવા ઘણાં અધિકારીઓ છે જેને સારૂ પોસ્ટિગ મળશે.
ટૂંકમાં મ્યુનિ.કમિશ્નર પદે નવા ચહેરા હશે. આ ઉપરાંત પંકજ કુમાર, મુકેશપુરી, જે.પી.ગુપ્તા, હારિત શુક્લા સહિતના સનદી અધિકારીઓને અન્ય વિભાગોમાં નવી કામગીરી સોંપવામાં આવી શકે છે. દસેક સચિવોની બદલી થાય તેમ છે. ૧૦ જેટલા આઇએએસને પણ સારા સૃથાને પોસ્ટિગ મળે તેવી શક્યતા છે.
આ ઉપરાંત બોર્ડ નિગમમાં ફેરફાર થશે. સાતથી વઘુ બોર્ડ નિગમના એમડીની બદલી થશે. ઘણાં વખતથી બોર્ડ નિગમમાં બદલાવ થયો નથી. સાથે સાથે ડીડીઓની ય બદલીની યાદી તૈયાર કરાઇ છે. વિધાનસભાની ચૂંટણીઓને પગલે સરકાર હરકતમાં આવી છે. દિલ્હીથી સંકેત મળતાં જ બદલીઓ કરવામાં આવશે.
Recent Comments