fbpx
ગુજરાત

મોડાસામાં ગેરજ આગળ પાર્ક કરેલી ટ્રકમાં ચાલુ કામે આગ લાગતા એન્જિન બળીને ખાખ

વાહનોમાં આગની ઘટના જાણે સામાન્ય બની ગઈ છે. તેમ મોડાસા અને આસપાસના વિસ્તારોમાં એક અઠવાડિયામાં ત્રણ વાહનો આગની જ્વાળામાં લપેટાઈને ખાખ થયા હોય તેવી ઘટના સામે આવી છે. ત્યારે આજરોજ મોડાસાના ફૂટા પાસે ગેરેજમાં પડેલા એક ટ્રકમાં એકાએક આગની ઘટના બની હતી. મોડાસા શામળાજી હાઇવે પર આવેલા ફુટા ગામે પરોઢિયે એક ગેરેજમાં ટ્રકનું રીપેરીંગ કામ ચાલતું હતું. આ કામ દરમિયાન ટ્રકની કેબિન અને એન્જિનના ભાગે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકની કેબિનમાં કામ કરતા કારીગરો સિફત પૂર્વક ટ્રકમાંથી કૂદી પડ્યા હતા જેમાં તેમનો આબાદ બચાવ થયો હતો. મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને ઘટનાની જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટના લીધે થયું હોવાનું જાણવા મળ્યું છે.

Follow Me:

Related Posts