ભારતમાં કોરોનાના કેસ એક કરોડને પાર થઈ ગયા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી સોશ્યલ મીડિયા થકી કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે.
રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને કહ્યુ હતુ કે, કોરોના સંક્રમણના કેસ એક કરોડ પર પહોંચી ચુક્યા છે અને લગભગ દોઢ લાખ લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે કોઈ પણ યોજના બનાવ્યા વગર લાગુ કરાયેલા લોકડાઉનથી કોરોનાની લડાઈ ૨૧ દિવસમાં જીતવાના પીએમ મોદીના દાવા ખોટા સાબિત થયા છે.પીએમ મોદીએ કોરોના સામે જીતવાની વાત કરી હતી પણ લોકડાઉનના કારણે દેશમાં કરોડો લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે.
મોદીના આયોજન વગરના લોકડાઉનથી કરોડો જિંદગીઓ બરબાદ થઈઃ રાહુલ ગાંધી

Recent Comments