fbpx
રાષ્ટ્રીય

મોદી સરકારે એરફોર્સને વેપન સિસ્ટમ બ્રાન્ચ બનાવવાની આપી મંજૂરી

કેન્દ્ર સરકારે વાયુસેના દિવસ પર ઈંડિયન એરફોર્સમાં ઓફિસર માટે હથિયાર વેપન સિસ્ટમ બ્રાન્ચની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. વાયુસેના પ્રમુખ વીઆર ચૌધરીએ તેના વિશે જાણકારી આપતા કહ્યું કે, આઝાદી બાદ પહેલી વાર ૈંછહ્લ એક નવી અભિયાનગત શાખા બનાવવા જઈ રહી છે. આ શાખા બનવાથી સરકારને ઉડાન પ્રશિક્ષણના ખર્ચામાં કાપ કરીને ૩૪૦૦ કરોડ રૂપિયાથી વધારેની બચત કરવામાં મદદ મળશે. એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ ચંડીગઢમા સમારંભના અવસર પર પોતાના સંબોધનમાં કહ્યું કે, ગત વર્ષે, ભારતીય વાયુસેનાએ પોતાના પડકારોનો સામનો કર્યો અને તમામ મોર્ચા પર ખરી ઉતર્યા. આ નોન કાઈનેટિક અને નોન લીથલ વોરફેરનો જમાનો છે અને તેને યુદ્ધની સમગ્રપણે રીત બદલી નાખી છે.

પરંપરાગત સિસ્ટમ અને હથિયારને આધુનિક, લચીલા અને અનુકુળ ટેકનોલોજી સાથે સંવર્ધિત કરવાની જરુરિયાત છે. આપણે આપણા કોમ્બેટ પાવરને ઈંટીગ્રેટ કરીને તેના ઉપયોગની જરુર છે. ત્રણ સેવાીઓની શક્તિઓને એકીકૃત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે, અમને અમારા પૂર્વવર્તીની આકરી મહેનત, લગન અને દૂરદર્શિતાથી વિરાસતમાં ગૌરવપૂર્ણ ઈતિહાસ મળ્યો છે. અગ્નિપથ યોજનાના માધ્યમથી વાયુ યૌદ્ધાઓને ઈંૈંહઙ્ઘૈટ્ઠહછૈહ્લિર્ષ્ઠિીમાં સામેલ કરવા આપણા બધા માટે એક પડકાર છે. પણ તેનાથીયે મહત્વની વાત એ છે કે, આ આપણા માટે ભારતના યુવાનોની ક્ષમતાનું દોહન કરવા અને તેને રાષ્ટ્રની સેવામાં લગાવાનો અવસર છે

Follow Me:

Related Posts