સૌરાષ્ટ - કચ્છ

મોરબીમાં ત્રણ માર્ગ અકસ્માતમાં યુવાન સહિત ત્રણના મોત

મોરબી જીલ્લામાં માર્ગ અકસ્માતમાં ત્રણના મોત નિપજયા છે. જેમાં મોરબી લીલા પર કેનાલ પાસે કારે એકિટવાને હડફેટે લેતા પિતાની નજર સામે પુત્રનું અને હળવદના માનસર ગામે ટ્રકે બાઇકને ઠોકરે લેતા શ્રમિક યુવકનનું જયારે મોરબી ચોકડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.


પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના જલોયા ગામના વતની અને હાલ મોરબી રવાપર રોડ આસોપાલવ સોસાયટીમાં રહેતા દિવ્યેશભાઇ પટેલ અને કેશવભાઇ પટેલ સહીત બન્ને પિતા-પુત્ર જીજે ૩ ડીકયુ ૫૬૦૭ નંબરનું એકિટવા લઇને જાેધપર ગામેથી પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે લીલાપર કેનાલ રોડ પર લાડલી પાર્ટી પ્લોટ પાસે પહોચ્યા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી જેજે ૩૬ એલ ૪૮૬૫ નંબરની કાર સાથે અકસ્માત સર્જાયો હતો.ગંભીર રીતે ઘવાયેલા એકિટવા ચાલક દિવ્યેશ પટેલને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જયાં જેનું ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી પ્રાથમીક તપાસમાં છેલ્લા પાંચ-છ વર્ષથી ફરીયાદી શૈલેશભાઇ પ્રભુભાઇ વિઠ્ઠલાપરા સાથે લેબરેજીસનો વ્યવસાય સંભાળતો હતો. અને કોરોનાના લીધે બેવરેજીસ નો ધંધો બંધ કરતા દિવ્યેશ પટેલે દુધના લગવાનો ધંધો શરુ કર્યો હતો બાદ જાેધપર ગામે જગ્યા રાખી આઠથી દસ ભેંસનો તબેલો બનાવ્યો હતો.


વતનમાં રહેતા પિતા કેશવજીભાઇ પટેલ પુત્રના ઘરે બનાવ પૂર્વે આવ્યા હતા. અને પિતાને લઇને તબેલા ખાતે આંટો મારી પરત ફરતી વેળાએ અકસ્માતમાં પરિવારના એકલોતા આધાર સ્તંભ પુત્રના મોતથી બે સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.

જયારે મુળ છોટા ઉદેપુરના વતની અને હાલ હળવદની રઘુનંદન સોસાયટીમાં રહેતા અલ્પેશભાઇ કાળુભાઇ રાઠવા નામના રર વર્ષીય યુવાન અને તેનો મિત્ર રાજેશ તેમજ મનોજ સહીત ત્રિપલ સવારી બાઇકમાં મોરબી ચોકડી માનસર ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા જીજે ર૭ ટીટી ૬૧૬૨ નંબરના ટ્રક બાઇકને ઠોકર લેતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા અલ્પેશભાઇ રાઠવાનુઁ મોત નિપજયું હતું. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો છે.

આ ઉપરાંત હળવદના કુંભારપરામાં રહેતા કમલેશભાઇ કનૈયાલાલ ટાંટ નામના પ્રૌઢ જીજે ૧૩ બીબી ૬૧૯ નંબરનું બાઇક લઇને મોરબીથી મોરબી ચોકડી ખાતે પહોચ્યા હતા ત્યારે હળવદ તરફથી આવતી જીજે ૧૩ એન એન ૩૦૮૦ નંબરના કારે બાઇકને ઠોકરે લેતા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું મોત નિપજયું હતું.

Related Posts