fbpx
અમરેલી

મોર્ડન ગ્રીન તાલુકા શાળા નં -૧ બેગ લેસ ડે અંતર્ગત શ્રી મણીભાઈ પુસ્તકાલય અને શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ની મુલાકાત લીધી

દામનગર શહેર ની મોર્ડન ગ્રીન તાલુકા પ્રાથમિક શાળા ન-૧ બેગ લેસ ડે અંતર્ગત ધોરણ ૬-૭-૮ ના વિદ્યાર્થી ઓએ સ્વયંભૂ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર અને સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત લીધી હતી મોર્ડન ગ્રીન સ્કૂલ સ્ટાફ સાથે ધોરણ ૬-૭–૮ ના વિદ્યાર્થી ઓ એ પુસ્તકાલય ની મુલાકાત દરમ્યાન સંસ્થા ની વિશેષતા અંગે પ્રશ્નોતરી કરી હતી સંસ્થા વર્ષ ના ૩૬૫ દિવસ એક પણ રજા વગત ખુલ્લી રહે છે વર્તમાન પત્રો સામયિકો ની હાજરી પુરવા માં આવે છે દરેક ભાષા ઓના ના ૩૫ હજાર થી વધુ પુસ્તકો ધરાવતી બાળ અને મહિલા પુસ્તકાલય જેવા ત્રણ વિભાગો ઉપરાંત ગ્રથાલય વાંચનલય ની વ્યવસ્થા કોઈ પણ શુલ્ક કે લવાજમ વગર સરકાર શ્રી ના અનુદાન અને દાતા ઓના સહયોગ થી ચાલતી સંસ્થા માં ૩૨ પ્રકાર ના રજીસ્ટરો કરતા વારી વિષય વારી ગોઠવણ આઉટ ઓફ પ્રિન્ટ અપ્રાપ્ય વિભાગ સહિત ની માહિતી થી અવગત કરતા સંસ્થા કર્મચારી ગણેશભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો વિષેશતા ઓથી શાળા ના વિદ્યાર્થી ઓને અવગત કર્યા હતા સંસ્થા ની મુલાકાત થી સમગ્ર મોડર્ન ગ્રીન શાળા પરિવાર એવમ વિદ્યાર્થી ઓ ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી

Follow Me:

Related Posts