fbpx
ગુજરાત

મોહનથાળની માથાકુટ, અગાઉ બ્લેક લિસ્ટ કરાયેલા ટચ સ્ટોન ફાઉન્ડેશનને કોન્ટ્રાક્ટ અપાયોવગર ટેન્ડરે ટચ સ્ટોન ફાઉન્ડેશનને કોન્ટ્રાક્ટ પધરાવી દેવાયો

ઘીમાં ભેળસેળ પકડાયા બાદ અંબાજી મંદિરમાં મોહનથાળ બનાવતા મોહિની કેટરર્સ પાસેથી કોન્ટ્રાક્ટ લઈ લેવાયો હતો. પરંતું તંત્ર દ્વારા અન્ય બ્લેક લિસ્ટ કરાયેલી કંપનીને જ અંબાજીમાં મોહનથાળ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. અંબાજી મંદિરે વિવાદાસ્પટ ટચ સ્ટોન ફાઉન્ડેશનને પ્રસાદ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. જે એક સમયે ખુદ ભેળસેળ કરતા પકડાઈ હતી. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ બદલાયો છે. અગાઉ પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સને ઘીના ગોટાળા મામલે બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી હતી.

ત્યારબાદ અંબાજી મંદિરે પોતે પ્રસાદ બનાવવાની શરૂઆત કરી હતી. પરંતું હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી સ્ટોન ટચ ફાઉન્ડેશનને આપવામાં આવ્યો છે. જેથી હવે ટચ સ્ટોન ફાઉન્ડેશન દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરીની શરૂઆત કરાઈ છે. બીજી ચર્ચા એ પણ છે કે, વગર ટેન્ડરે ટચ સ્ટોન ફાઉન્ડેશનને કોન્ટ્રાક્ટ પધરાવી દેવાયો. જેને પ્રસાદ બનાવવાનો નવો કોન્ટ્રાક્ટ સોંપાયો છે તે ટચ સ્ટોન ફાઉન્ડેશનનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. ટચ સ્ટોન ફાઉન્ડેશન અગાઉ પણ મોહનથાળના પ્રસાદમાં ભેળસેળ કરવા બાબતે દંડનીયય કાર્યવાહી ભોગવી ચુક્યું છે. ૨૦૧૪ ના વર્ષમાં પણ આ ફાઉન્ડેશનને ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. સાથે જ ભોજનાલયનું કામ પણ સોંપાયું હતું. તો ૨૦૧૫ ના વર્ષમાં તે સમયના નાયબ મામલતદાર એમકે પટેલ દ્વારા આ સંસ્થાને મોહનથાળની પ્રસાદીમાં ભેળસેળ કરતા રંગેહાથ ઝડપી લેવાઈ હતી.

વર્ષ ૨૦૧૪ માં ટેન્ડર વગર ઉંચા ભાવથી કામ આપી દીધાના વિરોધમાં એક માઈભક્ત દ્વારા નામદાર હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના બાદ નવુ ટેન્ડર બહાર પડાયુ હતું. આમ, ફરી એકવાર વિવાદિત ફાઉન્ડેશનના હાથમાં પ્રસાદનો કાર્યભાર સોંપાયો છે. જ્યાં લાખોના દાનનો વહીવટ થતો હોય ત્યાં ટેન્ડર સાથે પારદર્શી વહીવટ થાય તે જરૂરી છે. છતાં ફરી એકવાર ભક્તોની લાગણી સાથે ચેડા થઈ રહ્યાં છે. મંદિરના પ્રસાદમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સમાયેલી છે. શ્રદ્ધાળુઓના મતે પ્રસાદ કોઈપણ બનાવે તેની ગુણવત્તા જળવાયેલી રહેવી જાેઈએ. યાત્રિકોને શુદ્ધ અને સાત્વિક પ્રસાદ મળે તે જરૂરી છે.

Follow Me:

Related Posts