fbpx
ભાવનગર

મોહનદાસ કરમચંદ ગાંધીનાં કોલેજ પ્રવેશ સમયનું ભાવનગર અને શામળદાસ કોલેજ

૨ જી ઓક્ટોબર, ૧૮૬૯નો દિવસ એટલે આપણા દેશનાં રાષ્ટ્રપિતા એટલે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. ભાવનગરમાં શામળદાસ કોલેજનાં તે વિદ્યાર્થી હતા. (જાન્યુઆરી -૧૮૮૮ થી જૂન -૧૮૮૮) એટલે તેમનાં આ કોલેજ કાળ દરમ્યાનનાં સંસ્મરણો યાદ કરવાનો અવસર પણ છે.

        મોહનદાસ કરમચંદ ગાંધીએ શામળદાસ કોલેજમાં પ્રવેશ લીધો (૧૮૮૯) એ વર્ષમાં ભાવનગરમાં કેટલાક પ્રસંગો અને ઘટનાઓ વિશે જાણવું રસપ્રદ થઇ પડે છે. તે સમયે ભાવનગરમાં રાજાશાહી હતી. ભાવનગર રાજ્યનાં મહારાજા તખ્તસિંહજી હતા. જેઓ ૩૧ વર્ષના હતા. આ સમયે શામળદાસ કોલેજનાં વિદ્યાર્થી મોહનદાસ ગાંધી ૧૯ વર્ષનાં હતા.

        ભાવનગર રાજ્યનાં શાસક મહારાજા તખ્તસિંહજીના શાસક અને પ્રજાપ્રેમના ગુણોનો પ્રભાવ ૧૯ વર્ષના મોહનદાસ ગાંધીએ જોયો હતો. ગાંધીજીએ દેશના બીજા શાસકોથી વિશેષ આદર ભાવનગર રાજ્યના શાસકોને આપ્યો હતો. તેનું એક કારણ ભાવનગરમાં વિદ્યાર્થીકાળની ભાવનગર રાજ્યની પ્રવૃતિઓ છે.

        ઇ.સ.૧૮૮૮માં શામળદાસ કોલેજમાં મોહનદાસ ગાંધીએ પ્રવેશ લીધો એ સમયે કોલેજમાં ભાવનગર (૨૭ વિદ્યાર્થીઓ), રાજકોટ (૧૦), જૂના (૭), પોરબંદર (૧-મોહનદાસ ગાંધી), ભૂજ (૧), લીંબડી (૨) વઢવાણ (૧), વાસાવડ (૧), રાણપુર (૧), જામનગર (૧), ખંભાત (૧), સૂરત (૮), નડીયાદ (૪), અમદાવાદ (૩), પૂના(૧) અને મુંબઈ (૧) વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો,

        ઇ.સ.૧૮૮૮માં પ્રાધ્યાપકોના વિષયો અને તાસની વહેંચણી કરવામાં આવી હતી. જેમ કે, ગનીઅન-પી.ઈ., ફર્સ્ટ બી.એ., સેકન્ડ બી.એ. અંગ્રેજી ભણાવતા હતા. આઠવાડિયાનાં ૧૭ તાસ લેતા હતા (પ્રિન્સીપાલ હતા), ઉનવા-પી.ઈ.કલાસમાં અઠવાડિયાના ૭ તાસ ભણાવતા. દસ્તુર પી.ઈ.કલાસ, ફર્સ્ટ બી.એ., સેકન્ડ બી.એ.માં ગણિત અને ૧૯ તાસ હતા. લીમો –પી.ઈ.લસ, ફર્સ્ટ બી.એ., સેકન્ડ બી.એ.માં સંસ્કૃત અને ૧૨ તાસ લેતા હતા. એન્ટી પી.ઈ.કલાસ અને સેકન્ડ બી.એ.માં ઈંગ અને પોલિટિકલ ઈકોનોમીનાં ૧૭ તાસ લેતા હતાં. ઐરી પી.ઈ. કાસ અને સેકન્ડ બી.એ.માં ઈતિહાસ અને પોલિટિકલ ઈકોનોમીના ૧૭ તાસ લેતા હતા. મુનશી શેખ મહંમદ પી.ઈ.કલાસ, ફર્સ્ટ બી.એ., સેકન્ડ બી.એ, ફારસી અને ૧૭ તાસ લેતા હતા. શાસ્ત્રી ભાનુશંકર પી.ઈ.કલાસ અને ફર્સ્ટ બી.એ.માં ૩ તાસ લેતા હતા. ૧૮૮૮માં ગાંધીજી શામળદાસ કોલેજમાં સાત પ્રાધ્યાપકો પાસે ભણ્યા હતા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી આ સમયે (૧૮૮૮) કોલેજમાં હાજર નહોતા. મોહનદાસ ગાંધી મણિલાલ નભુભાઈ દ્વિવેદી પાસે સંસ્કૃત વિષય ભણ્યા નહોતા. ભારત સરકાર પ્રકાશિત રંગોમાં મણિલાલ નભુભાઈ દિવેદીને કીવીના ગુરૂ તરીકે ઉલ્લેખ કર્યો છે, જે સાવ ખોટું છે.

        ઇ.સ.૧૮૮૮માં કોલેજમાં લાયબ્રેરી, રમતગમત, કોલેજ ડીબેટીંગ સોસાયટીની વ્યવસ્થા હતી. શિષ્યવૃતિ આપવામાં આવતી હતી. પ્રાઈઝ આપવામાં આવતું હતું. વિદ્યાર્થીઓને હાથીથાનમાં રહેવાની વ્યવસ્થા હતી, પરંતુ આરોગ્ય માટે સંતોષજનક નહોતી. વિદ્યાર્થીઓને આલ્ફેડ હાઈસ્કૂલમાં જિમ્નાસિયમની સગવડતા આપી હતી. વિધાર્થીઓ લાયબ્રેરીમાં પુસ્તકો, સામયિકો, વર્તમાનપત્રો વાંચી શક્તા હતા. દરેક પ્રાધ્યાપકે અને પ્રિન્સીપાલે શામળદાસ કોલેજનાં મેનેજિંગ બોર્ડના સેક્રેટરીને વાર્ષિક અહેવાલ આપવો પડતો હતો. આ અહેવાલમાં તેઓના તાસ, વર્ગ, વિષય, વિધાર્થીઓના રસ-રૂચિ, નબળાઈઓ અને પ્રગતિ માટેના સૂચનો હતા. ઇ.સ.૧૮૮૮માં ફારસી ભાષાના વિદ્યાર્થીઓનું પરિણામ ખૂબ સારુ રહયું હતું. તેથી આ ભાષાના શેખ મહંમદને ‘પરશિયન પ્રોફેસર’ તરીકે પદ મળ્યું હતું, એ પહેલાં મુનશી તરીકે હતા.

        કોલેજમાં ડીબેટીંગ સોસાયટી હતી. વિધાર્થીઓ દર અઠવાડીયે એકઠાં થતા અને વિવિધ વિષય પર ચર્ચા કરતા. જોકે આ ચર્ચાઓ માત્ર ઇતિહાસ, નીતિ, વૈજ્ઞાનિક અને કૌશલ્ય જ્ઞાન વિશે જ કરવામાં આવતી હતી. કોઈ રાજકીય ટીકા-ટીપ્પણયુકત ચર્ચા કરી શકાતી નહિ.

        ઇ.સ.૧૮૮૮માં શામળદાસ કોલેજના સંચાલન માટે મેનેજિંગ બોર્ડમાં પાંચ વ્યક્તિઓ હતા. વિઠ્ઠલદાસ સામળદાસ મહેતા (પ્રેસીડેન્ટ), બરજોરજી બારામજી (રામ્ય), રતીલાલ માણેકલાલ (સભ્ય), લક્ષ્મીશંકર હરિપ્રસાદ (સભ્ય અને સેક્રેટરી), આર.એચ. ગનીઅન (સભ્ય-પ્રિન્સીપાલ).

        ઇ.સ.૧૮૮૮માં કોલેજ પ્રિન્સીપાલે (આર.એચ.ગનીઅન) સંસ્કૃત વિષયના પ્રોફેસર શિલાલ નભુભાઈ દ્વિવેદી માંદગીની રજા પર હોવાથી તેઓની જગ્યા પર શ્રીધર રામકૃષ્ણ ભાંડારકર કે જેઓ સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન આર.જી.ભાંડારકરના પુત્ર હતા. તેઓની ભલામણ કરી હતી. શ્રીધર ભાંડારકર સંસ્કૃત ભાષા અને વિદ્વાન હતા, પરંતુ મેનેજીગ બોર્ડે પ્રિન્સીપાલની ભલામણ સ્વીકારી નહિ.

        ઇ.સ.૧૮૮૮માં કોલેજના ૭૦ વિદ્યાર્થીઓમાંથી ૬૨ બ્રાહમણવાણિયા, ૬ પારસી, ૧ મુસ્લિમ, 1 ગરાસિયા(રાજપૂત) હતા. ૩૮ વિધાર્થી પી.ઈ.(પ્રિવિયસ કલાસ), ૨૦ પ્રથમ વર્ષ, ૧૨ બીજા વર્ષમાં હતા.

        ઇ.સ.૧૮૮૮માં કોલેજના વિદ્યાર્થી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી અને ગૌરીશંકર ગોલ્ડ મેડલ પ્રાપ્ત થવો ફારસી ભાષામાં ફર્સ્ટ કલાસ સાથે ડીગ્રી મેળવી હતી. તેઓને કોલેજમાંથી હતો.

        ઇ.સ.૧૮૮૮માં પી.ઈ.(પ્રિવિધસ)કાસમાં વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓ ઘણા નબળા હતા. પ્રિન્સીપાલ ગનીયને પોતાના અહેવાલમાં લખ્યું હતું કે વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં સંસ્કૃત અને પોતાની માતૃભાષા પ્રત્યે વધારે જાગૃત કરવા જોઈએ. ગપ્રિતના પ્રોફેસર ફરદુનજી એમ.દસ્તુરે પણ પોતાના અહેવાલમાં પી.ઈ.કલાસ થોડો નબળો છે, એવી નોંધ કરી હતી. શેખ મહંમદ ફારસી શીખવતા હતા, તેઓના વિદ્યાર્થીનું પરિણામ સંતોષજનક રહેતું હતું.

        ઇ.સ.૧૮૮૮માં કોલેજમાં વિવિધ શિષ્યવૃતિઓ આપવામાં આવતી હતી. ચાર શિષ્યવૃતિમાં દસ રૂપિયા અને બીજી ચારમાં આઠ રૂપિયા દર મહિને આપવામાં આવતા હતા. બે શિષ્યવૃતિ ‘જસવંતસિંહજી’ ના નામથી હતી. આ શિષ્યવૃતિઓ નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે હતી. મોહનદાસ ગાંધીએ આ પરીક્ષા આપી હતી. આ આ પરીક્ષામાં મોહનદાસ ગાંધીને અંગ્રેજીમાં ૧૦૦માંથી ૩૪, ઈતિહાસમાં ૧૮, સંસ્કૃતમાં ૨૨, ભૂમિતિમાં ૫૦ માંથી ૧૩ ગુણ પ્રાપ્ત થયા હતા. બીજગણિત, લોજિક અને ભૌતિક વિજ્ઞાનની પરિક્ષા આપી નહોતી.

        જોકે ઇ.સ.૧૮૮૮નાં વર્ષમાં ભાવનગર રાજ્ય અને કાઠીયાવાડના બીજા દેશી રજવાડાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રિયાસતમાં બધાં લોકોને પ્રાપ્ત નહોતું, જેમ કે મહાત્મા ગાંધીજીના જન્મ પહેલા (૧૮૬૭) ભાવનગરમાં ૨૩ જેટલી શાળાઓ હતી, તેમાં પાંચ ખાનગી હતી. સૌથી વધારે વિદ્યાર્થીઓ બ્રાહમન્ન-વાળિયા હતા. બીજા ક્રમે રાજપૂતો, કણબીઓ, લોહાણા, સોની, ભાવસાર, ખત્રી, પારસી વગેરે હતા. ત્રીજા ક્રમે મુસ્લિમો અને ચોઘા ક્રમે કુંભાર, વાળંદ, ભાઈ, પંચોળી, કોળી હતા. પરંતુ આ સંખ્યા સાવ ઓછી હતી.

Follow Me:

Related Posts