ટીવીની દુનિયાથી બોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા સેન્સેશન છે અને તેણી પોતાના આઉટફિટથી ચાહકોનું ધ્યાન પણ આકર્ષિત કરે છે. હાલમાં જ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર તેના કેટલાક લેટેસ્ટ ફોટા શેર કર્યા છે જેમાં તેણી એક યુનિક આઉટફિટમાં જાેવા મળી રહી છે. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તેણી લાંબા ગાઉનમાં જાેવા મળી રહી છે. ફોટોમાં તેનું આ યુનિક લોન્ગ ગાઉન ખૂબ જ અલગ છે અને આ શાઈની ડ્રેસમાં ગાઉન હવામાં ઉડાડતી જાેવા મળે છે. ગોલ્ડન કલરનું મૌનીનું આ યુનિક આઉટફીટ કદાચ જ તમે ક્યાંક જાેયું હશે. મૌનીએ આ ફોટા સાથે કેપ્શનમાં તેના આઉટફિટ અને ફોટોશૂટનું ડિસ્ક્રિપ્શન શેર કરી છે. એક્ટ્રેસના આ લેટેસ્ટ આઉટફીટ પર ફેન્સ પણ તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ મૌનીના ફોટો પર કોમેન્ટ કરતાં લખ્યું- સ્ટનિંગ પિક્સ. આ સિવાય ઘણા લોકો તેને તેના ફોટો પર આ આઉટફિટ માટે ટ્રોલ કરતા પણ જાેવા મળે છે. એક વ્યક્તિએ લખ્યું – હવે મને સમજાયું કે ઘરના બધા પડદા ક્યાં જઈ રહ્યા છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું – તે જાપાની પંખા જેવું લાગે છે. એક વ્યક્તિએ કહ્યું- ફેક આર્ટિફિશિયલ સર્જિકલી ક્રિએટેડ ફેસ. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ ડાન્સિંગ ટીવી રિયાલિટી શોમાં જજની ભૂમિકામાં જાેવા મળે છે. આ પહેલા તેણી છેલ્લે ૨૦૧૮માં નાગિન ૩માં જાેવા મળી હતી. આ સિવાય અભિનેત્રી વર્ષ ૨૦૨૨ની સૌથી સક્સેસફુલ ફિલ્મ બ્રહ્માસ્ત્રનો ભાગ હતી અને તેમાં તેનો રોલ ખાસ હતો.
મૌની રોયે શેર કર્યા ફોટોઝ અને યુઝર્સે ટ્રોલ કરતાં કહ્યુ,”જાપાની પંખો”

Recent Comments