આખું વિશ્વ જાણે છે તેમ છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયેલ, હમાસ તેમજ વેસ્ટ બેંક વિસ્તારમાં યુઘ્ધની સ્થિતિ સર્જાઈ છે. આ દેશોમાં ચાલી રહેલા વૈમનસ્યને પરિણામે બહુ જ મોટા પાયા પર મનુષ્ય જાનહાનિ થઈ રહી છે. સેંકડો નિર્દોષ લોકોનાં મોત નિપજયા છે. કેટલાંયે બાળકો યુઘ્ધની બિભીષિકાનો ભોગ બન્યા છે. હજારો લોકો બેઘર બની ગયા છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને તબીબી સારવાર મળવી મુશ્કેલ થઈ છે.
સંઘર્ષને કારણે આ દેશોમાં જે સ્થિતિ સર્જાઇ છે તેને લીધે પૂજ્ય મોરારીબાપુ વ્યથિત થયા છે. નિર્દોષ લોકોનાં જે પ્રમાણે મોત થઈ રહ્યાં છે તે કોઈ પણ સંવેદનશીલ વ્યકિતના હુદયને કંપાવનારા છે. આ પરિસ્થિતિમાં યુઘ્ધના કારણો જે કોઈ પણ હોય તેને એક તરફ રાખી પૂજ્ય મોરારીબાપુએ ઈઝરાયેલ અને હમાસની રેડ ક્કરેશન્ટ સંસ્થાને માનવતાના ધોરણે રુપિયા ૨૫ લાખની હયુમેનીટેરીયન મદદ મોકલી છે. આ રાશી બ્રિટન સ્થિત લોર્ડ ડોલરભાઈ પોપટ અને શ્રી પાવન પોપટ દ્વારા રેડ ક્રેશનટ સંસ્થાને પહોચતી કરવામાં આવશે. જરુરી દવાઓ અને મૂળભૂત જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે આ રકમ માનવતાને ધોરણે દેશો વચ્ચે વહેંચવામાં આવશેં. આ કાર્યમાં શ્રી મેગાન એડોમ ડેવીડ અને તેમની સ્વયંસેવક ટીમ સહયોગ આપી રહી છે. આ દેશોમાં તણાવ દૂર થાય અને પૂનઃ શાંતિ સ્થાપિત થાય તે માટે પૂજ્ય મોરારીબાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.
Recent Comments