રાષ્ટ્રીય

યુપીના મેરઠમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડામાં ૪૩ લોકોની ધરપકડ

મેરઠની ઓક ટ્રી હોટલ પર પોલીસે દરોડા પાડ્યા હત. મેરઠના દિલ્હી-દેહરાદૂન હાઈવે પર બનેલી આ હોટલ ખરેખર તો બદમાશીનો અડ્ડો બની ગઈ છે.અહીં જુગાર રમાય છે. અહીં લાઈસન્સ વગર લોકોને વિદેશી યુવતીઓને આપવાામાં આવે છે. પોલીસની સાંઠગાંઠ અને પોલીસના નાક નીચે જ આ સમગ્ર રેકેટ ચાલી રહ્યું હતું. સ્થાનિક પોલીસે આ અંગે જાણ ન્હોતી. પરંતુ એએસપી બ્રહ્મપુરી વિવેક ચંદ યાદવે આ સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ હોટલમાં અફરા તરફી મચી ગઈ હતી. પોતાને સંતાડવા માટે કોઈ ટોઈલેટમાં બંધ થયો હતો તો કોઈ બેડરૂમમાં સંતાઈ ગયા હતા.

પરંતુ પોલીસે તમામને પકડી લીધા હતા. પોલીસે કુલ ૪૩ લોકોને સ્થળ ઉપરથી પકડી પાડ્યા હતા. પોલીસ અધિકારીઓ પ્રમાણે જુગાર રમવા માટે ઓનલાઈન બુકિંગ કરવામાં આવી હતી. જેના માટે પુણે, દિલ્હી, ચંડીગઢ, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદશથી આવ્યા હતા.. આ આખા કસિનોમાં એકપણ વ્યક્તિ મેરઠનો ન્હોતો. કસિનોમાં છ વિદેશી યુવતીઓ સહિત ૯ યુવતીઓને જાેઈને પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. અય્યાશી કરવા માટે વિદેશી યુવતીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. કારણ કે વિદેશી યુવતીઓને જાેઈને અય્યાશી કરવા આવેલા લોકો તગડી રકમ આપતા હતા. મેરઠ પોલીસે આ સમગ્ર રેકેટનો ભાંડા ફોડ કર્યો હતો.. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથધરી હતી. દરેક આરોપીઓને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.

શરાબ, શબાબ અને જુગારના શોખીન લોકોને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે એસપી ક્રાઈમ અનિત કુમારના જણાવ્યા પ્રમાણે આ રેકેટને પાંચ લોકો સંચાલિત કરતા હતા. પાંચ પૈકી એક વ્યક્તી ગુજરાતનો વેપારી હોવાનું માલુમ પડે છે. આ ગેંગના અન્ય લોકોને પણ પોલીસ શોધી રહી છે. આ લોકો પાસેથી આશેર ૭,૫૮,૦૦૦ની રોકડા, ૧૨ ગાડીઓ, ૧૯ રોયલ ઈવેન્ટ ક્લબની બુકલેટ, કસિનોના ચિપ્સ, ૫૧ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતાઉત્તર પ્રદેશના મેરઠમાં હાઈપ્રોફાઈલ કસિનોનો પર્દાફાશ થયો હતો.

આ સટ્ટા માફિયાઓનું નેટવર્ક ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ચંદીગઢ, દિલ્હી અને યુપીમાં ફેલાયેલું છે. મેરઠમાં પહેલીવાર આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ બુકિંગ ઓનલાઈન થઈ ગયા હતા. દરોડા દરમિયાન ૯ યુવતીઓ સહિત ૪૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે મોંઘાદાટ મોબાઈલ લક્ઝરી વાહનો, જુગારના સિક્કા અને પત્તાની ડેક મળી આવી છે. એટલે કે ઐયાશી અને જુગારનો તમામ સામાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો જે અત્યાર સુધી ફિલ્મોમાં દેખાતો હતો.પરંતુ દિલ્હીને અડીને આવેલા મેરઠમાં રિયલ લાઈફ જુગારના કેસિનો પર પોલીસે દરોડો પાડ્યો હતો.

Follow Me:

Related Posts