રઘુવંશી સમાજનું ગૌરવ એવા પારસ પાંધીનું સન્માન સાથી મિત્રો દ્વારા કરવામાં આવેલ.
સુરક્ષા સેતુ અમરેલી અને વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ અમરેલી દ્રારા આયોજીત પરીક્ષાની રણનીતિ સેમિનારમાં મોટીવેશનલ સ્પીકર અને રઘુવંશી સમાજનું ગૌરવ એવા પારસ પાંધીનું ફોરવર્ડ સ્કૂલના સાથે અભ્યાસ કરતા મિત્રો દ્રારા મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં જયદિપ વિઠલાણી, સુજીત પટેલ, ઈમરાન પરમાર અને જય સંપટ સાથે જોડાયેલ હતા. સમયની સાથે તો બધા ભાઈબંધી કરે વાલા મઝા તો ત્યારે આવે જયારે સમય બદલાય પણ ભાઈબંધ ના બદલાય. આ પંક્તિને સાર્થક કરી છે આજે ૧૫ વર્ષ પછી પણ એ જ ઉત્સાહ અને પ્રેમ સાથેની મિત્રોની મુલાકાત થઈ. શાળા સમયની વાતોને સાંપ્રત સમયની વાતો વાગોળવાનો સમય મળ્યો સમગ્ર ગુજરાતનું ગૌરવ અનુભવે તેવું વ્યક્તિ એટલે પારસ પાંધી કે જેના બાળપણ સાથે જોડાયેલ દરેક મિત્રોને આજે પણ યાદ કરે છે આટલું આગળ વધી ગયા પછી એ જ એની સાદગી અને સહાનુભૂતિ જ તેની સફળતા વર્ણવે છે .
Recent Comments