રાષ્ટ્રીય

રતન ટાટાને ઓસ્ટ્રેલિયાનું સર્વોચ્ચ સન્માન ગણાતું ‘ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’થી સન્માનિત કર્યા

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના માનદ ચેરમેન રતન ટાટાને ઓસ્ટ્રેલિયાની સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાઝવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના રાજદૂતે તેની જાણકારી ટિ્‌વટર પર આપતા કહ્યું કે, રતન ટાટાને ‘ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’થી સન્માનિત કર્યા છે. ઓસ્ટ્રેલિયાના એમ્બેસડર બૈરી ઓ ફૈરેલે પોતાના ટિ્‌વટમાં કહ્યું કે, ભારતની સાથે ઓસ્ટ્રેલિયામાં પણ રતન ટાટાનું યોગદાન રહ્યું છે. તેઓ એક દિગ્ગજ બિઝનેસમૈન છે. ફૈરલે ટિ્‌વટર પર કેટલાય ફોટો સાથે એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, ભારતમાં રતન ટાટા બિઝનેસ, ઈંડસ્ટ્રી અને પરોપકારના દિગ્ગજ છે. તેના યોગદાનની અસર ઓસ્ટ્રેલિયામાં પણ દેખાઈ રહી છે. રતન ટાટાને ઓસ્ટ્રેલિયા અને ભારતના સંબંધોને લોંગ સ્ટેંડિંગ કમિટમેન્ટ માટે ‘ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’થી સન્માનિત કરતા ખુશી થઈ રહી છે.

Related Posts