fbpx
રાષ્ટ્રીય

રશિયાના રાષ્ટ્રપતિએ જંગ વચ્ચે ભારત માટે કરી મહત્વની જાહેરાત, નાટો દેશો પર કર્યાં પ્રહાર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનની સાથે પોતાના યુદ્ધનું એક વર્ષ પૂર્ણ થવા પર દેશને સંબોધિત કરી રહ્યાં છે. રાજધાની મોસ્કોના ગોસ્ટિવની ડાવર હોલમાં પોતાના ભાષણ દરમિયાન પુતિને કહ્યુ કે સતત નાઝી ખતરા છતાં રશિયા યુક્રેનમાં સ્પેશિયલ ઓપરેશન કરી રહ્યું છે. પોતાના ભાષણમાં પુતિને મુખ્ય રીતે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે રશિયા ભારતની સાથે પોતાના સહયોગ અને વેપારને વધારવાનું યથાવત રાખશે. તેમણે એશિયામાં ભારત, ચીન વગેરે દેશોથી વેપારને વધાર આપવા નોર્થ-સાઉથ કોરિડોર (ૈંદ્ગજી્‌ઝ્ર) બનાવવાની જાહેરાત કરી છે.

પુતિને હિંદ-પ્રશાંત ક્ષેત્ર પર ભારત આપતા કહ્યું- અમે ભારત, ઈરાન, પાકિસ્તાનની સાથે સહયોગ વધારવાની આશા કરીએ છીએ. અમે ભારતની સાથે પોતાનો વેપાર વધારવા માટે ઉત્તર-દક્ષિણ કોરિડોર (ૈંદ્ગજી્‌ઝ્ર) બનાવવાનું કામ જારી રાખીશું. પુતિને પોતાની આ યોજના પર વાત કરતા આગળ કહ્યું- રેલવેનું આધુનિકીકરણ અને ઉત્તરી શિપિંગ માર્ગોમાં સુધાર પણ અમારી યોજનાનો ભાગ છે. અમે બ્લેક એન્ડ અજાેવ સમુદ્રી માર્ગો, નોર્થ-સાઉથ કોરિડોરના પોર્ટનો વિકાસ કરીશું અને ઉત્તરી સમુદ્રી માર્ગની ક્ષમતાઓને વધારીશું. તેનાથી ચીન, ભારત, ઈરાન અને અન્ય મિત્ર દેશોની સાથે સહયોગનો વિસ્તાર વધુ થશે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે.

આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફેડરલ એસેમ્બલીને સંબોધિત કરી રહ્યા છે. પુતિને કહ્યું કે તેઓ એવા સમયે સંદેશ આપી રહ્યા છે જ્યારે રશિયા મુશ્કેલ તબક્કામાં પહોંચી ગયું છે. આ દરમિયાન પુતિને કહ્યું કે આધુનિક વિશ્વમાં કહેવાતા સંસ્કારી દેશો અને બાકીના દેશો વચ્ચે કોઈ વિભાજન ન હોવું જાેઈએ. તેમણે કહ્યું કે રશિયાએ વર્ષો સુધી પશ્ચિમી દેશો સાથે વાતચીત માટે તૈયારી દર્શાવી હતી, પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ૨૪ ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું.

બંને દેશો વચ્ચે અત્યાર સુધી યુદ્ધ ચાલુ છે. પુતિને કહ્યું કે અમારા લોકોની સુરક્ષા મહત્વની છે અને તેની સાથે સમજુતી કરી શકાય નહીં. આ સાથે તેમણે નાટો દેશોના દખલ પર પણ વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે નાટોની રશિયામાં દખલ સતત વધી રહી છે. પશ્ચિમ દેશ પોતાની તાકાતમાં વધારો કરવા માટે યુક્રેન યુદ્ધને હવા આપી રહ્યાં છે. યુક્રેને પણ હત્યાઓ વધારી. જાે તે વાતચીતના ટેબલ પર આવી જાત તો આટલું નુકસાન થયું નહોત. તેમણે કહ્યું કે રશિયા પોતાની રક્ષા કરવામાં સક્ષમ છે અને તે પીછેહટ કરશે નહીં. અમે કોઈ લોહી-લુહાણ ઈચ્છતા નથી, પરંતુ પશ્ચિમ તરફથી સતત આવી સ્થિતિ પેદા કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts