રશિયા ફરીથી કોરોનાના સકંજામાં, નવા ૪૧ હજાર કેસ નોંધાયા
રશિયાની સરકારે અત્યત કડક લોકડાઉન લાદી દીધું હોવાં છતાં રવિવારે એક જ દિવસમાં ૪૦,૯૯૩ નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ આંકડો શનિવારે નોંધાયેલા કેસોની તુલનાએ ૭૦૦ વધુ હતો. રશિયામાં કોરોનાના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૮ લોકોના મોત નોંધાયા હતા. બીજીબાજુ ચીનમાં પણ કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે કેમ કે છેલ્લા ૧૫ દિવસમાં તેના ૧૪ રાજ્યોમાં નવા કેસોની સંખ્યા ખુબ જ ઝડપથી વધવા માંડી છે. વુહાનમાંથી કોરોના વાઇરસનો ઉદભવ થયો હતો તે વાસ્તવિકતાને સતત નકારી રહેવી ચીનની સરકારની માલિકીનું મીડિયા હવે એવું જૂઠાણું ચલાવી રહ્યું છે કે સાઉદી લઅરેબિયાની જિંગા માછલી અને બ્રાઝિલના બીફના કારણે વિશ્વબરમાં આ મહામારી ફેલાઇ હતી.કોરોનાનો આતંક હજુ પણ વિશ્વના કેટલાંક દેશોમાં યથાવત રહેવા પામ્યો છે. બ્રિટન અને રશિયામાં આ વાઇરસે હાહાકાર મચાવી દીધો છે કેમ કે બ્રિટનમાં એક જ દિવસમાં ૪૧૨૭૮ નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક ૯૦ લાખને પાર કરી ગયો છે જ્યારે રશિયામાં પણ એક જ દિવસમાં નવા ૪૦૯૯૩ કેસ નોંધાતા સ્થિતિ અંકુશ બહાર નીકળી ગઇ છે.
વિશ્વમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૨૪.૬૩ કરોડ ઉપર પહોંચી ગઇ છે અને આ મહામારીના કારણે મરનારા વલોકોની સંખ્યા ૪૯.૯૦ લાખ કરતા વધુ થઇ ગઇ છે. કોરોનાથી સંક્રમિત થનારા ૪,૫૯,૪૯,૯૫૧ લોકો અને ૭,૪૫,૬૬૫ મૃતકોની સંખ્યા સાથે સૌથી ખરાબ રીતે પ્રભાવિત થનારા દેશોમાં અમેરિકા સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરે આવે છે. દરમ્યાન ચીનમાં પણ કોરોનો ફરીથી માથું ઉંચક્યું છે, કેમ કે છેલ્લા ૧૫ દિવસમાં તેના ૧૪ રાજ્યોમાં ખુબ મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા હતા. જાે કે કોરોના વાઇરસની ઉત્પત્તિ માટે વિશ્વભરમાં બદનામ થઇ ચૂકેલા ચીને પોતાના ઉપર મૂકાયેલા આરોપમાંથી બચવા નવુ જૂઠાણુ ચલાવ્યું હતું કે બ્રાઝિલના બીફ (ગાયનું માંસ), સાઉદી અરેબિયાની જિંગા માછલી અને અમેરિકાના લોબસ્ટર (કરચલા)થી કોરોના વાઇરસ ફેલાઇ રહ્યો છે. જાે કે તેનું આ જૂઠાણુ દુનિયાના કોઇ દેશના ગળે ઉતરે તેમ નથી. બ્રિટનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧૨૭૮ નવા કેસ નોંધાયા હતા અને ૧૬૬ લોકોના મોત થયાં હતા, તે સાથે જ દેશમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૯૦ લાખને પાર થઇ ગઇ હતી. બ્રિટનમાં અત્યાર સુધીમાં આ રોગચાળાના કારણે ૧,૪૦,૫૫૮ લોકોના મોત થયા હતા. બ્રિટનની વિવિધ હોસ્પિટલોમાં હજુ પણ કોવિડ-૧૯ના ૮૯૮૩ એક્ટિવ કેસ છે.
Recent Comments