રાષ્ટ્રીય

રસોડાની ટાઇલ્સ બહુ ચીકણી થઇ ગઇ છે? તો આ ઉપાયોથી કરી દો ચકચકાટ

અનેક લોકોના ઘરમાં રસોડાની ટાઇલ્સ પર ચીકાશ જામી જતી હોય છે. રસોડામાં શાક અને દાળ એમ બીજી અનેક વાનગીના વઘાર કરવાને કારણે ટાઇલ્સ ખરાબ થઇ જાય છે અને ચીકાશ જામી જાય છે. જો કે રસોડાની ટાઇલ્સ ખરાબ થવાને કારણે રસોડાની આખી રોનક બગડી જાય છે અને પછી હાથમાં પણ ચીકાશ આવવા લાગે છે. આમ, જો તમારા રસોડામાં પણ ટાઇલ્સ ખરાબ થઇ ગઇ છે તો આ ટિપ્સ તમારા માટે ખૂબ કામની છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા કોઇ પણ પ્રકારના ડાઘને સરળતાથી નિકાળી દે છે. કિચનની ટાઇલ્સની ચીકાશ કાઢવા માટે ગરમ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા નાંખીને ઉકાળો અને પછી સ્પોન્જરની મદદથી ટાઇલ્સ પર ઘસો. આમ કરવાથી ટાઇલ્સ પરની બધી ચીકાશ નિકળી જાય છે અને ટાઇલ્સ ચમકી જાય છે.

મીઠું

ડાધા અને રસોડાની ટાઇલ્સ પરની ચીકાશ કાઢવા માટે મીઠું સૌથી બેસ્ટ છે. મીઠાના આ ઉપાયથી તમે સરળતાથી તમારી ચીકણી ટાઇલ્સને દૂર કરી શકો છો. આ માટે તમે એક કપડામાં થોડુ મીઠું લો અને પછી એને આખું નહિં પણ થોડું ભીનું કરો અને પછી ટાઇલ્સ પર ઘસો. આમ કરવાથી બધી ચીકાશ તરત જ દૂર થઇ જશે.

વિનેગર

મોટાભાગના લોકોના રસોડામાં વિનેગર સરળતાથી મળી રહે છે. આ માટે એક વાસણણાં વિનેગર નાંખો અને પછી એક સ્પોન્જ લઇને એમાં નિચોવી દો. ત્યારબાદ આ સ્પોન્જથી ડાધા અને ચીકાશવાળી જગ્યા પર લગાવો અને થોડીવાર સુધી એમ જ રહેવા દો. ત્યારબાદ ટાઇલ્સને ધોઇ લો. આમ કરવાથી રસોડાની ટાઇલ્સની બધી જ ચીકાશ અડધો કલાકમાં દૂર થઇ જશે અને સાથે તમારી ટાઇલ્સ પણ ચમકી જશે. વિનેગરનો આ ઉપાય તમારી ટાઇલ્સને ઝડપથી ચમકાવી દે છે અને તમને મહેનત પણ ઓછી પડે છે.

Related Posts