રાકેશ રોશન ક્રિશ ૪ની તૈયારી સાથે ફિલ્મના બજેટથી પણ છે ચિંતિત
કોઈ મિલ ગયા ફિલ્મે બાળકો સહિત યંગ જનરેશનને પણ મોહિત કરી હતી. એક એલિયન પૃથ્વી પર આવે અને એક સામાન્ય યુવકને તેની શક્તિ આપીને સુપર હિરો બનાવે તે વાત સૌ કોઇને પસંદ આવી હતી અને આ ફિલ્મની સફળતાએ રિતિક રોશનની બ્રાન્ડ ઇમેજને રાતોરાત બદલી નાખી હતી. ત્યારબાદ આ ફ્રેન્ચાઇઝીની બેક ટુ બેક ત્રણ ફિલ્મો તૈયાર કરવામાં આવી હતી અને આ બધી જ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવ્યો હતો. હવે, ફિલ્મના પ્રોડ્યુસર – ડિરેક્ટર અને પીઢ અભિનેતા રાકેશ રોશન આ સિરીઝની ચોથી ફિલ્મવવાની તૈયારી કરી રહ્યા છે. રાકેશ રોશને આ ફિલ્મના મેકિંગ વિશે કહ્યું હતું કે, ફિલ્મની મોટા ભાગની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ચૂકી છે અને ફિલ્મનું બજેટ ખૂબ જ વધુ છે.
આજે આખી દુનિયા વિવિધ ઈન્ડસ્ટ્રીમાં બનતી સુપર હિરોઝની ફિલ્મો જાેઈ રહી છે અને તેના વીએફએક્સ ઈફેક્ટ વિશે પણ જાણકારી ધરાવે છે. આ કારણે જ, અમે ‘ક્રિશ ૪’ ને ખૂબ જ ચીવટપૂર્વક બનાવી રહ્યા છીએ. હોલિવૂડની સરખામણીમાં ફિલ્મના બજેટને ઘ્યાનમાં રાખીને અમે આ ફિલ્મમાં એક મજબૂત કોન્સેપ્ટ પર કામ કરી રહ્યા છીએ અને તેમાં યુનિક આઇડિયા અને સ્ટોરી નજર આવશે જેથી ઓડિયન્સ તેને સ્વીકારે અને ફિલ્મ જાેઈને એન્ટરટેઈનમેન્ટ મેળવે. બોલિવૂડમાં અત્યારે સુપરહિરો ફિલ્મો પર ફોકસ વધી રહ્યું છે. શુક્રવારે રિલીઝ થઈ રહેલી બ્રહ્માસ્ત્ર પણ સુપરહિરો ફિલ્મ છે. જેનું બજેટ રૂપિયા ૪૦૦ કરોડ છે. બીજી તરફ, સફળ ધારાવાહિક શક્તિમાન પર મુકેશ ખન્ના અને સોની પિક્ચર્સ રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે ફિલ્મ બનાવવાનું પ્લાન કરી રહ્યા છે.
Recent Comments