સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના દિવ્યાંગને સો સો સલામ

રાજકોટના દિવ્યાંગ વિપુલભાઈ બોકરવાડિયા પોતાની પગની અપંગતાની ખોટને ભૂલી  7 વખત ઊંચા ગઢ ગિરનારની યાત્રા કરી દિવ્યાંગના જઝબાને એક અલગ મિસાલ આપી છે.

રાજકોટના દિવ્યાંગ વિપુલભાઈ બોકરવાડિયા પોતાની પગની અપંગતાની ખોટને ભૂલી  7 વખત ઊંચા ગઢ ગિરનારની યાત્રા કરી દિવ્યાંગના જઝબાને એક અલગ મિસાલ આપી છે. ગુજરાતના સૌથી ઊંચા પર્વત  ગિરનાર પર 9999 પગથિયાં આવેલા છે અને તેના પર ચઢાણ કરવું આસાન નથી. પરંતું રાજકોટના વિપુલભાઈ બોકરવાડિયા પોતાની પગની અપંગતાની ખોટને ભૂલી  7 વખત ઊંચા ગઢ ગિરનારની યાત્રા કરી ચુક્યા છે. વ્યવસાય એ વેબસાઈટ ડિઝાઈનર વિપુલભાઇ અન્ય દિવ્યાંગો માટે પ્રેરણારૂપ બનવા આ અકલ્પનિય યાત્રા કરે છે.         


કહેવાય છે કે જો મન અડગ હોય તો કોઈ ડગર મુશ્કિલ નથી. હોંશલા જો બુલંદ હો તો હર મુશ્કિલ આસાન હૈ. આ ઉક્તિઓ વિપુલભાઈને ગીરનાર ચઢતા જોઈએ તો સાર્થક લાગે છે. રાજકોટના વિપુલભાઈ બોકરવાડિયાને 2 વર્ષની ઉંમરથી પોલિયો થતા શારીરિક રીતે 80 % અપંગતા આવી હતી, છતાં નોર્મલ વ્યક્તિ ને હંફાવે તેવા કાર્યો કરે છે. દર વર્ષે 3300 ફિટની ઊંચાઈ સર કરે છે. સૌ પહેલા 2012થી શરુ કરી દર વર્ષે ગિરનાર યાત્રા કરે છે.અને અત્યાર સુધીમાં 7 વખત ગિરનાર ચડી ચુક્યા છે. વિપુલભાઈ કહે છે કે પગ ગુમાવ્યાતો શુ થયું હાથ તો સલામત છે જ ને. બન્ને હાથની મદદથી બેઠા બેઠા જ  ગિરનાર ચડતા ઉતરતા જોઈ સાથે ચડનારા અસંખ્ય લોકોની હિંમત બને છે. ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીમાં આખું ગ્રુપ ગિરનારયાત્રા કરવા નીકળી પડેછે. દર વર્ષે ગિરનાર ચડતા વિપુલભાઈની સારસંભાળ લેતા સાથીઓ હોંશભેર આ યાત્રામાં જોડાય છે. તેમને સાથ આપતાં ગિરનારી ગ્રુપના સભ્યો કહે છે કે વિપુલભાઇને જોઈ અમારો હોંશલો અને ઉત્સાહ વધે છે. અમે એમને હિંમત આપીએ એના કરતા એ અમારામાં વધુ હિંમત જગાવે છે.
જે ગિરનારને જોઈ ભલભલાનાં હોંશલો હારી જાય છે, તે 80 % અપંગતાની સાથે 7 વખત સર કરવો એ કોઈ આસાન કામ નથી. આથી જ 2018 માં વિપુલભાઇ ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સેવા કાર્ય સાથે જોડાયેલ વિપુલભાઈ ને ગિરનાર ચડતા ઉતરતા 15 થી 20 કલાક લાગે છે અને આ ભગીરથ કાર્યમાં માનવ સેવાના ધ્યેય સાથે કામ કરતા ગિરનારી ગ્રુપના 70 થી 80 સભ્યો સાથ આપે છે . દિવ્યાંગો માટે પ્રેરણાદાયી બનવા કાર્ય કરતા વિપુલભાઈની સાથે રહી આ ભગીરથ કામમાં પૂરો સાથ સહકાર આપે છે તે ઉપરાંત દર અઠવાડિયે ગરીબ લોકોને ભોજન પણ કરાવે છે. વિપુલભાઈ અને તેમના ગિરનારી ગ્રુપ ને સો સો સલામ.

Related Posts