રાજકોટના બજારમાં રત્નાગિરીની હાફૂસ કેરીનું આગમન ૧૫ એપ્રિલથી બજારમાં કેસર કેરી પણ આવી શકે છે
ઉનાળાની શરુઆત પહેલા બજારમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયુ છે. રાજકોટના બજારમાં રત્નાગિરીની હાફૂસ કેરીનું આગમન થયુ છે. આ વર્ષે બજારમાં એક મહિના પહેલા જ હાફૂસ કેરીનું આગમન થઈ ગયુ છે. આ વર્ષે કેરીના ડઝનના ભાવ રુપિયા ૧૨૦૦થી ૧૫૦૦ હોવાનું સામે આવ્યુ છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેરીનો ભાવ ઓછો હોવાનો વેપારીઓનો મત છે. ૧૫ એપ્રિલથી બજારમાં કેસર કેરી આવી શકે છે. એક વેપારીએ જણાવ્યુ કે આ વર્ષે કેરીનો પાક સારો થયો છે. તેમજ આ કેરીનો ડઝનનો ભાવ કેરીની સાઈઝ મુજબ નક્કી કરવામાં આવે છે. તેમજ આ વર્ષે કેરીનો ભાવ ઓછો છે.
Recent Comments