fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટની મોદી સ્કૂલે પહેલા ધમકીભરી નોટીસ અને પછી ઘરે લિવિંગ સર્ટિફિકેટ મોકલી દીધું

જકોટમાં ખાનગી શાળાઓની દાદાગીરી વધી રહી છે. મોદી સ્કૂલની મનમાની સામે આવતા ફરી ખાનગી શાળાઓના ર્નિણય અંગે ચર્ચા થઈ રહી છે. ધો. ૭માં અભ્યાસ કરતા વિદ્યાર્થિનીના ઘરે મોદી સ્કૂલે લિવિંગ સર્ટિફિકેટ મોકલી દીધુ હતું. માહી મણવર નામની વિદ્યાર્થિનીના વાલીએ રૂ.૮૪૮૩ જેટલી બાકી રહેલી ફી ન ભરતા મોદી સ્કૂલે આ પગલું ભર્યું છે.
જાેકે, લિવિંગ સર્ટિફિકેટ સામે આવતા વાલી પણ થોડા સમય માટે લાચાર બન્યા હતા. અન્ય વાલીઓએ એવી માગ કરી છે કે, મોદી સ્કૂલની આવી દાદાગીરી સામે સરકાર જાગે. તા.૨૧ મે ના રોજ મોદી સ્કૂલે કુલ ૨૦ પાનાની એક શૉ કોઝ નોટીસ મોકલી હતી. આ મામલે વિદ્યાર્થિનીના વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. મોદી સ્કૂલે આપેલા લિવિંગ સર્ટિફિકેટમાં કુલ ૧૬ મુદ્દાઓની છણાવટ કરાઈ છે. મુદ્દા નં.૧૩માં ફી ભરાયેલી છે કે બાકી છે એની વિગત દર્શાવી છે. ૧૪ નંબરના મુદ્દામાં શાળા છોડવા પાછળના કારણમાં તા.૮ જુનના ર્નિણય મુજબ એવું લખાયું છે. પ્રશ્ન એ થાય છે કે, આ ર્નિણય કોના દ્વારા લેવાયો અને એ ર્નિણય આખરે શું છે? જે શાળા છોડવા પાછળનું કારણ દર્શાવી દેવાયું છે. આ મામલે વાલી સુશીલભાઈએ જણાવ્યું હતું કે, દીકરી ધો.૭માં અભ્યાસ કરે છે. મોદી સ્કૂલની એક વર્ષની કુલ ૩૦,૦૦૦ રૂ. ફી છે. સરકારી ર્નિણય અનુસાર દીકરીની ફી ૨૫ ટકા માફ કરી દેવામાં આવી છે. એમાંથી રૂ.૧૪૦૦૦ની ફી ભરી દીધી છે. ગત વર્ષે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. પંદર દિવસ પહેલા પણ રાજકોટની મોદી સ્કૂલ આ રીતે મોટા વિવાદમાં આવી હતી. મોદી સ્કૂલ્સના સંચાલકોએ વોટ્‌સએપ પર વાલીઓ માટે એક ગ્રૂપ બનાવ્યું છે.

જેમાં ગ્રૂપ અંદર મોદી સ્કૂલ તરફથી થઈ રહેલા અન્યાય અંગે વાતચીત કરવામાં આવી હતી. આ અંગેની જાણ સ્કૂલના સંચાલકોને થતા વાલીઓને શૉ કોઝ નોટીસ આપવામાં આવી હતી. આ મામલો હવે જિલ્લા શિક્ષણાધિકારી સુધી પહોંચ્યો છે. મોદી સ્કૂલના સંચાલકો અને વાલીઓ વચ્ચેનો આ સંઘર્ષ નવો નથી. વાલીઓ અને સંચાલકો વચ્ચે અવારનવાર કોઈના કોઈ મુદ્દે ઘર્ષણ થાય છે. એટલું જ નહીં ધમકી એવી ઉચ્ચારવામાં આવી છે કે, સાત દિવસમાં વર્તન સુધારો, સ્કૂલની છબીને નુકસાન પહોંચાડવાની પ્રવૃતિ કરશો તો અને નોટીસનો જવાબ નહીં આપો તો દીકરીને સ્કૂલ એડમિશનમાંથી રદ્દ કરી દેવાશે.
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી અંબિકા ટાઉનશિપમાંની મોદી સ્કૂલના વાલી સુશીલભાઇને તા. ૨૧ મેના રોજ સ્કૂલ તરફથી નોટીસ મળી હતી. જેમાં તેણે અન્ય વાલી સાથે મળી સોશિયલ મીડિયાના એક ગ્રૂપમાં શાળાના વિરોધમાં ઉશ્કેરણીજનક મેસેજ પોસ્ટ કરી માનહાનિ ભર્યા મેસેજ પોસ્ટ કર્યા હતા. આ મુદ્દે તેઓ કહે છે કે, સત્ય સામે અવાજ ઊઠાવો તો સ્કૂલ આવા પગલાં ભરે છે. શાળા તરફથી નોટીસ મળે છે. આવી ખોટી રીતે નોટીસ ઈસ્યુ કરવામાં આવે છે. જિલ્લા શિક્ષણાધિકારીને અપીલ કરે છે કે, આવી શાળા સામે કડક પગલાં લેવામાં આવે. આ સ્કૂલ અગાઉ ગેરકાયદેસર બાંધકામ અંગે પણ વિવાદમાં આવી ચૂકી છે.

Follow Me:

Related Posts