રાજકોટને એક લાખ ને એંસી હજાર રૂપિયાનું માતબર અનુદાન બાઈક તેમજ દવાઓ માટે માતબર અનુદાન
રાજકોટ ભાભા ગ્રુપ, રાજકોટ તરફથી એનીમલ હેલ્પલાઈન, રાજકોટને એક લાખ ને એંસી હજાર રૂપિયાનું માતબર અનુદાન બાઈક તેમજ દવાઓ માટે માતબર અનુદાન ભાભા ગ્રુપ રાજકોટ તરફથી ભાભા હોટેલનાં પારસભાઈ મહેતાની સુપુત્રી તપસ્વી ચિ. જીયાની અઠાઇ તપની આરાધના નિમિતે એનીમલ હેલ્પલાઈનને એક લાખ ને એંસી હજાર રૂપિયાનું બાઈક તેમજ દવાઓ માટે માતબર અનુદાન પ્રાપ્ત થયું છે. ભાભા પરિવારનાં મોભી મગનલાલ લક્ષ્મીચંદ મહેતાનાં આશિર્વાદથી ભરતભાઈ મગનલાલ લક્ષ્મીચંદ મહેતા અને રાજુભાઈ મગનલાલ મહેતા દ્વારા ભાભા પરિવારની દીકરી તપસ્વી ચિ. જીયા પારસભાઈ મહેતાની અઠ્ઠાઈ તપની આરાધના નિમિતે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન રાજકોટને એક લાખ ને એંસી હજાર રૂપિયાનું બાઈક તેમજ દવાઓ માટે માતબર અનુદાન આપવામાં આવ્યું. તપસ્વી ચિ. જીયાના 8 ઉપવાસના અનુમોદનાર્થે એનીમલ હેલ્પલાઈનને અનુદાન અર્પણ કરવામાં આવ્યું.
ત્યારે ભાભા પરિવારનાં સભ્યો, શુભેચ્છકો અપૂલભાઈ દોશી , પ્રતિકભાઈ સંઘાણી, મુરલીભાઈ દવે, હર્ષદભાઈ શાહ, યશવંતભાઈ શાહ, તપસ્વી ચિ. જીયા, ભરતભાઈ મહેતા , દિલીપભાઈ વોરા, વીજયભાઈ શાહ, પારસભાઈ મહેતા , અમીતભાઈ સંઘવી, દૂષ્યંતભાઈ મહેતા , ગૌરાંગભાઈ રમેશભાઈ ઠક્કર, મિત્તલભાઈ ખેતાણી, રીષીભાઈ પારેખ, મયંકભાઈ સંઘવી, રૂષીરાજ શાહ, જયદીપભાઈ વોરા સહિતઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન તરફથી ભાભા ગ્રુપ, રાજકોટનાં માતુશ્રી વસંતબેન મગનલાલ મહેતા, શ્રીમતી પ્રવીણાબેન ભરતભાઈ મહેતા, શ્રીમતી મનીષાબેન રાજેશભાઇ મહેતા , શ્રીમતી કોમલબેન પારસભાઈ મહેતા , શ્રીમતી સલોનીબેન દૂષ્યંતભાઈ મહેતા , દર્શ, આર્યા, મોનિલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે
Recent Comments