fbpx
ગુજરાત

રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી ૩ નાં મોત

ગુજરાતમાં હાર્ટ એટેક કાળો આતંક ફેલાવી રહ્યો છે. દરરોજ સવારે ઉઠીએ એટલે હાર્ટ એટેકથી મોત થવાનો સીલસીલો ચાલું જ રહે છે, ત્યારે રાજકોટમાં એક માઠા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ શહેરમાં હૃદય રોગના હુમલામાં ૩ લોકોના કરૂણ મોત નિપજ્યા છે.હાર્ટ એટેકથી ૩ વ્યક્તિનાં મૃત્યું થતા પરિવારમાં રોકકળાટ થતાં વાતાવરણ ગમગીન બન્યું હતું. આજકાલ હાર્ટ એટેકના નામમાત્રથી લોકો ડરી રહ્યા છે,

ત્યારે રાજકોટમાં આજે હાર્ટ એટેકનાં કારણે ૩ લોકોના મોત થયા છે. ત્રણ લોકોની વાત કરીએ તો શહેર અને જિલ્લામાંથી ૪૨ વર્ષીય જગદીશ બોસિયા, ૪૮ વર્ષીય દેવાયત ધ્રાંગ્રા અને ૫૨ વર્ષીય જૈરામ બારૈયાને હાર્ટ એટેક આવ્યો છે. ત્રણેય લોકોને હૃદય રોગનો હુમલો થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે. રાજકોટ શહેરમાં હૃદય રોગના હુમલામાં ૩નાં મોત થયા છે, ત્યારે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ૪૨ વર્ષીય જગદીશ બોસિયાને આજે (મંગળવાર) વહેલી સવારે ૪ વાગ્યે બેભાન થઈ જતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે. મૃતકને બે પુત્રી હોવાનું સામે આવ્યું છે.

જ્યારે ૪૮ વર્ષીય દેવાયત ધ્રાંગ્રાને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રસ્તામાં તેમનું મોત થયું હતું. મૃતક ખોખડદળ નદી પાસે આવેલ શિવધારા પાર્કમાં રહેતા હતા અને ૫૨ વર્ષીય જૈરામ બારૈયા સોમવારે રાત્રિના સમયે બેભાન થઈ જતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક જસદણના દહિસરા ગામના વતની છે અને રાજકોટ ખાતે કુટુંબીને ત્યાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં મોટા પાયે વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકથી તત્કાળ મોત થવાના ૨૮૫૩ કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યમાં છ મહિનામાં હાર્ટ એટેકથી ૧૦૫૨ જણનાં મોત થયાં છે. એમાંથી મોટા ભાગના લોકોની ઉંમર ૧૧થી ૨૫ વર્ષની છે. રાજ્યમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ સેવાને દરરોજ હૃદયરોગને લગતા સરેરાશ ૧૭૩ કોલ આવે છે.

Follow Me:

Related Posts