રાજકોટના થોરાળામાં બાપા સિતારામનગરમાં ભાવનાબેન ચૌહાણના ઘરે આજે સવારે ગેસ લીકેજને કારણે આગ લાગ્યાની ઘટના બની હતી. ગેસનો નવો બાટલો ચડાવતા લીકેજ થઈ રહ્યો હતો. જાેકે ભાવનાબેને ચા બનાવવા માટે લાઈટરથી ગેસ ચાલુ કરતા સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આથી ઘરમાં આગ લાગતા પરિવારમાં નાસભાગ મચી ગઈ હતી.
આ બનાવમાં ભાવનાબેન ગંભીર રીતે દાઝ્યા હતા. તેમજ આગથી બે દીકરીના કરિયાવર સહિત તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ભાવનાબેને જણાવ્યું હતું કે, સવારે બાટલો ચડાવ્યો હતો અને ચા બનાવવા ગેસ ચાલુ કર્યો તો બ્લાસ્ટ થયો હતો. આથી હું મારા પુત્રને બચાવવા ગઈ તો ઘણી ઘરવખરી બળી ગઈ. દીકરીના કરિયાવરની વસ્તુઓ પણ બળી ગઈ છે. ગેસનો બાટલો ફાટતા શેરીના લોકો એકઠા થઈ ગયા હતા અને અમને બહાર કાઢી લીધા હતા. મારો હાથ અને મોઢુ બળી ગયું છે.
Recent Comments