fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ટ્રક અને કારના અકસ્માતમાં કારચાલકનું મોત

આટકોટના ગોંડલ હાઈવ પર ખારચીયા અને દડવા ગામ વચ્ચે ગોંડલથી આટકોટ બાજુ આવતી ટ્રક નં. જીજે-૧૪-એક્સ- ૬૭૬૫ અને ટાટા ઇન્ડિગો માન્જા કાર નં. જીજે-૧૩- સીસી-૩૩૬૦ સામસામી ધડાકાભેર અથડાઇ હતી. જેમાં કારનો આગળો ભાગ પડીકુ વળી ગયો હતો. કારનો આગળનો ભાગ એટલી હદે ભેગો થઈ ગયો હતો કે ચાલક હરેશ વિરજીભાઈ વાસાણીને બહાર કાઢવામાં લોકો અસમર્થ રહ્યા હતા. બાદમાં ક્રેન બોલાવી તેને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ લોકોએ ૧૦૮ને જાણ કરતા સાણથલી ગામની ૧૦૮ના પાયલોટ સંજય સામટ અને ઈએમટી મેહુલ બિહોરા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ૧૦૮ મારફત હરેશને જસદણની હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. હરેશ વીંછિયાના અમરાપુર ગામનો રહેવાસી હતો. અકસ્માતમાં કારમાં રહેલી વિદેશી દારૂની પેટીઓ બહાર આવી જતા કેટલાક શખસો તો બોટલ લેવા ઉમટી પડ્યા હતા. દારૂની બોટલ લઈ આ શખસો ભાગી ગયા હતા. જાેકે બાદમાં પોલીસ આવી ગઈ હતી અને તેના હાથે માત્ર ૬૦ બોટલ દારૂની મળતા કબ્જે કરી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે ૧,૭૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂની બોટલ લઇ મૃતક હરેશ ક્યાં જતો હતો, કોની પાસેથી દારૂનો જથ્થો લીધો તે દિશામાં તપાસ હાથ ધરી છે. કાર માલિક હસમુખ સાકોરીયા સામે દારૂનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જસદણના આટકોટ નજીક કાર અને ટ્રક સામસામી ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કાર પડીકુ વળી ગઈ હતી. કારમાં ગંભીર ઇજા સાથે ફસાયેલા ચાલક હરેશ વાસાણીને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. બાદમાં તેને બહાર કાઢી ૧૦૮ મારફત નજીકની હોસ્પિટલે ખસેડાયો હતો. જાેકે ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા આટકોટ પોલીસ દોડી ગઈ હતી. તપાસ કરતા કારમાંથી ૬૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે કારના માલિક હસમુખ નારાયણ સાકોરિયા વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts