સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ઠેબચડા ગામમાં પિતાએ બકરા વેંચી નાખવાનું કહેતા યુવકે ગળેફાંસો ખાધો

રાજકોટ નજીક ઠેબચડા ગામમાં રહેતાં કરણ ખેંગારભાઇ બાંભવા બપોરે પોતાના ઘરે પશુ માટે નિરણ ભરવા માટેના રૂમમાં છતના હુકમાં દોરડા વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. સાંજ સુધી ઘરે ન આવેલા યુવકની શોધખોળ પરિવારે આદરી હતી. રાત્રે પશુ વેંચી નાખ્યા બાદ બંધ રહેલાં રૂમમાં જઈ તપાસ કરતાં કરણ લટકેલી હાલતમાં જાેવા મળતાં પરિવારે આક્રંદ મચાવ્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ થતાં પીએસઆઈ રંગપરિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને ૧૦૮ ને જાણ કરતા ઈએમટીએ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મૃતકના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, યુવક પશુ અને બકરા ચારવાનું કામ કરતો અને તેના પ્રત્યે લગાવ ધરાવતો હતો. જેની સગાઈ કરવાની હોય જેથી તેના પિતાએ એકાદ વર્ષ માટે બકરા વેંચી નાખવાનું કહ્યું હતું અને બે દિવસ પેહલાં બકરા વેંચી નાંખ્યા હતાં. જેથી તે ઉદાસીન રહેતો હતો અને દૂધની ડેરીમાં કામે રહ્યો હતો અને ત્યાંથી બપોરે ઘરે આવ્યા બાદ અંતિમ પગલું ભરી લીધું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજીના જાંજમે૨ ગામે ૨હેતા ગિરીશભાઈ હી૨જીભાઈ અઘેરા (ઉ.વ.૫૦) અને તેમના પત્ની મંજુબેન (ઉ.વ.૪૮) અને તેમનો પુત્ર પ્રશાંત ત્રણેય અલગ-અલગ બે બાઈકમાં રાજકોટ ત૨ફ આવતા હતા ત્યારે નવા દોઢસો ફુટ રિંગ રોડ પાસે આવેલા કોરાટ ચોક નજીક દંપતિની બાઈકને અજાણી કા૨ના ચાલકે ઠોકર મારતા ગિરીશભાઈ અને તેમના પત્ની મંજુબેન ૨સ્તા પ૨ ફંગોળાયા હતા જેમા ઘટના સ્થળે જ મંજુબેનનું મોત નીપજયું હતું.

તેમજ અકસ્માત સર્જી કા૨ચાલક ફરાર થઈ ગયો હતો. દંપતિની બાઈક પાછળ પોતાનું બાઈક લઈ આવી ૨હેલા પુત્ર પ્રશાંતએ તુરંત ૧૦૮ નો સંપર્ક કરી ૧૦૮ માં મંજુબેનને હોસ્પિટલે ખસેડયા હતા. મવડીમાં આવેલા ઈસ્કોન હાઈટ્‌સમાં નવું ઘર લીધુ હોય જેથી આજે પુત્ર પ્રશાંતને કા૨ખાનામાં ૨જા હોય જેથી તેઓ માતા-પિતા સાથે અલગ બાઈકમાં પેમેન્ટ આપવા રાજકોટ આવી ૨હયા હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. હાલ અજાણ્યા કારચાલક સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Related Posts