fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં તલવારથી કેપ કાપતો વીડિયો વાયરલ જન્મદિવસની ઊજવણીમાં બિન્દાસ્ત ફાયરિંગ કરાયું

એક તરફ કોરોના વાયરસની બીજી લહેર માંડ શાંત થઇ છે ત્યારે હજુ પણ ઘણા લોકો તેમાં પણ યુવાનો એવા છે જે કોરોના મહામારીને મજાક સમજી રહ્યા છે. આંતરાદિવસે આ પ્રકારના લોકોના વિડિયોઝ સામે આવી રહ્યા છે જે જાહેરનામાનો ભંગ કરતા જાેવા મળે છે. તેમાં પણ ખાસકરીને યુવાનો નાઈટ કરફ્યુ અને કોરોના ગાઇડલાઇનનો સતત ભંગ કરી રહ્યા છે.

રાજકોટમાં જન્મદિવસની સરા જાહેર ઉજવણી સમયે ફાયરિંગ કરતો વીડિયો વાયરલ બન્યો છે. બર્થ ડેની ઉજવણી સમયે એક બાદ એક છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જાહેરમાં બર્થ-ડે ઉજવણી કરી હતી..આ સમયે ફાયરિંગનો બનાવ બન્યો હતો.
વડોદરા શહેરમાં સરા જાહેર તલવાર થી કેક કાપીને ઉજવણીના વિડિયો વાયરલ થયો છે. છાણી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રાતે ૧૨ વાગ્યે જાહેરમાં તલાવરથી કેક કાપીને યુવાન જન્મદિવસ ઉજવતો હોય તેવો વીડિયો વાયરલ બન્યા છે. આ વીડિયોમાં દેખાતા શખ્સનું નામ ફૈઝાન હોવાનું ચર્ચાય છે. જાેકે આ વિડોય વાયરલ થયા બાદ પોલીસે યુવકની અટકાયત કરી હોવાનું મનાય છે.

Follow Me:

Related Posts