ગુજરાત

રાજકોટમાં નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પડ્યોરિક્ષામાં બેસેલા પેસેન્જર પાસેથી ૮૦૦ રુપિયાની લૂંટ પણ ચલાવી હતી

રાજકોટમાં નકલી પોલીસને અસલી પોલીસે ઝડપ્યો છે.ભક્તિનગર પાસે નકલી પોલીસ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. રિક્ષામાં બેસેલા પેસેન્જર પાસેથી ૮૦૦ રુપિયાની લૂંટ પણ ચલાવી હતી. જાે કે ભક્તિનગર પોલીસે આ ઠગબાજને ઝડપી પાડ્યો છે.

તેમજ ઠગબાજ પર ૈંઁઝ્ર ૩૯૨, ૧૭૦, ૫૦૪ મુજબ નોંધાઈ ફરીયાદ નોંધવામાં આવી છે. તો આ અગાઉ પણ રાજકોટમાં આવી જ એક ઘટના બની હતી.રાજકોટમાં ન્ઝ્રમ્ ક્રાઈમ બ્રાન્ચનો નકલી અધિકારી અસલી પોલીસના સકંજામાં આવી ગયો હતો.જેણે નોકરી વાંછુક યુવતીને ઉદયપુર ન્ઝ્રમ્ ક્રાઈમ બ્રાન્ચમાં હોવાની ઓળખ આપી અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું.મહત્વનું છે કે ખાર રાખી યુવતી જે કંપનીમાં નોકરી કરતી હતી તે ઓફિસમાં જવલનશીલ પદાર્થ છાંટીને આગ લગાડી હતી.નકલી પોલીસ અધિકારી હોવાનો ભાંડો ફૂટતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Related Posts