રાજકોટમાં બીએમડબલ્યુ કાર-બાઈક વચ્ચે અકસ્માત, ૧નું મોત

રાજકોટમાં મંગળવારે મોડી રાત્રે બીએમડબલ્યુ કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. બીએમડબલ્યુ કાર ચાલક તબીબ લક્કીરાજ અકવાલિયાની હાલ અટકાયત કરવામાં આવી છે. લક્કીરાજ અકવાલિયા નશાની હાલતમાં બીએમડબલ્યુ કાર ચલાવતો હોવાનો સામે આવ્યું છે. થોરાળા પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં મોડી રાત્રે ૮૦ ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.
જેમાં ડોકટર નશાની હાલતમાં કાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. બીએમડબલ્યુ કાર લક્કીરાજ ભગવાનજી અકવાલિયા ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે લક્કીરાજની અટકાયત કરી દીધી છે. પરંતુ આ અકસ્માતમાં ૪૫ વર્ષીય જયંતિભાઇ રાઠોડનું મોત થયું છે. ૪૫ વર્ષીય જયંતિભાઇ રાઠોડ થોરાળા વિસ્તારમાં રહે છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં મોડી રાતે બીએમડબલ્યુ કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક જયંતિભાઇ રાઠોડનું ઘટના સ્થળે મોત નીપજ્યુ છે. આ અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
Recent Comments