સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ૧૬ વર્ષીય સગીરા સાથે પિતાના વિધર્મી મિત્રએ આચર્યું દુષ્કર્મ

રાજકોટઃ શહેરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે ૧૬ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે ધોરણ નવ માં અભ્યાસ કરતી પીડિતા દ્વારા પોતાના પાડોશમાં રહેતા રફીક આરબ (ઉવ.૩૮) વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસીની કલમ ૩૭૬ તેમજ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. ત્યારે પોલીસે હિન્દુ યુવતી પર બળાત્કાર ગુજારનારા વિધર્મી વ્યક્તિની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે, મહિલા પોલીસ મથકના પીઆઇ ભાર્ગવ ઝણકાતના જણાવ્યા પ્રમાણે સોમવારના રોજ આરોપીની પત્ની તેમજ દીકરી પોતાના વતનમાં ગયા હતા. જેના કારણે આરોપી રફીક આરબ એકલો હતો. ત્યારે બનાવના આગલા દિવસે પોતાનું એકટીવા તેમજ મોબાઇલ ફોન ભોગ બનનારના ઘરે ભૂલી ગયો હતો. ત્યારે આરોપીએ ભોગ બનનાર સાથે ફોનમાં વાત કરીને એકટીવા તેમજ મોબાઇલ ઘરે આપી જવા જણાવ્યું હતું. આરોપી બનનારના પિતાનો મિત્ર થતો હોવાથી તેમજ પાડોશમાં રહેતો હોવાથી બનનાર પણ તેની સાથે સારી રીતે પરિચિત હતી. જેથી આરોપી નો ફોન આવતા તે એક્ટિવાની ચાવી તેમજ મોબાઇલ આપવા આરોપીના ઘરે ગઈ હતી.

તે સમયે આરોપી રફિક આરબ દ્વારા પોતાની હવસનો શિકાર બનાવવા માટે પોતાના જ મિત્રની દીકરીને ર્નિવસ્ત્ર કરી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ધમકી આપી હતી કે, જાે તું કોઈને આ વાત કહીશ તો હું તારે બોયફ્રેન્ડ છે તે વાત બધાને કહી દઈશ. સમગ્ર મામલે સાંજના સમયે ભોગ બનનારની માતા ઘરે આવતા પીડિતાએ પોતાની સાથે બનેલ સઘળી હકીકત જણાવી હતી. તેમજ ત્યારબાદ ભોગ બનનારને હોસ્પિટલ ખાતે લઈ જતા તબીબે પણ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે ભોગ બનનાર અને તેના પરિવારજનો દ્વારા મહિલા પોલીસમાં મથકે જાણ કરવામાં આવતા તાત્કાલિક અસરથી પીઆઇ સહિતનો સ્ટાફ આરોપીનું મોબાઈલ લોકેશન મેળવી તેના ધંધાના સ્થળે ખાનગી વેશમાં પહોંચ્યા હતા. જે અંદાજિત સાડા ત્રણ કલાક સુધી તેની રાહ જાેયા બાદ તે પોતાના ફાઈનાન્સના ધંધાની ઓફિસથી ઝડપાઈ ગયો હતો. ગુનાના કામે પોલીસ દ્વારા ભોગ બનનાર તેમજ આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે. આરોપી પોતે ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલો હોવાથી તે વ્યાજ વટાવનો ધંધો કરે છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

Related Posts