રાજકોટમાં ૨૯ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખસ ઝડપાયો
રાજકોટ શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નાર્કોટિક્સ પદાર્થનું થતું વેચાણ અટકાવવા માટે ‘નો ડ્રગ્સ ઇન રાજકોટ’ ઝુંબેશ અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આથી રાજકોટ ર્જીંય્ પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જ્યુબિલી ગાર્ડન અંદર એક શખસ ડ્રગ્સ વેચવાની ફિરાકમાં છે, જેથી ર્જીંય્ ટીમે જ્યુબિલી ગાર્ડન પહોંચી બાતમીવાળા શખસને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી પોલીસે રૂ.૨.૯૦ લાખ કિંમતનું ૨૯ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments