fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ એરપોર્ટમાં પાર્કિંગ ન હોવાથી નવી ફલાઈટ શરૂ થઈ શકતી નથી

કોરોનાની ત્રીજી લહેર પુરી થયા બાદ ફરી એકવખત રાજ્ય અને રાજ્યની બહાર લોકોની અવર-જવર રાબેતા મુજબ શરૂ થઈ ચૂકી છે. કોરોના હળવો પડતા જ રાજકોટ એરપોર્ટ પરથી મુસાફરોની હવાઈ સફરમાં વધારો થયો છે. કોરોનાના સમય દરમિયાન એક મહિનાની અંદર અવર-જવર કરતા મુસાફરોની સંખ્યા ૩૦ હજાર આસપાસ રહેતી હતી. જે હવે વધીને ૬૦ હજારે પહોંચી ગઈ છે.રાજકોટ એરપોર્ટ પરથી હાલ દિવસ દરમિયાન દિલ્હી અને મુંબઈની ૪-૪, ગોવા અને બેંગ્લોરની ૧-૧ ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. પરંતુ રાજકોટ એરપોર્ટ પર એક સમયે એક મોટું અને એક નાનું વિમાન જ પાર્ક થઇ શકે તેટલું જ પાર્કિંગ હોવાથી નવી ફ્લાઈટ શરૂ થઇ શકતી નથી.

આથી જ રાજકોટથી કોલકાતા, બનારસ, જયપુરની ફ્લાઈટ શરૂ કરવામાં વિલંબ થઇ રહ્યો છે. રાજકોટ એરપોર્ટ પર હાલ એક સમયે એક મોટું ૧૮૦ સીટ૨ અને ૧ નાનું બોઈંગ પાર્ક થઇ શકે છે. જાે આ સમયે અન્ય કોઈ ફ્લાઈટ આવે તો તેને હવામાં જ રહેવું પડે છે. જેના કારણે મોંઘુ ઇંધણ પણ વધુ વપરાય રહ્યું છે. હાલ સ્પાઈસ જેટ દ્વારા રાજકોટથી જયપુર, કોલકાતા અને બનારસ જવા માટે મંજૂરી મંગાઇ હતી. જ્યારે ઈન્ડિગો દ્વારા જયપુરની ફ્લાઈટ શરૂ કરવા એપ્રુવલ માગવામાં આવી હતી. પરંતુ વિમાનોના પાર્કિંગના અભાવે નવી ચાર ફ્લાઈટની મંજૂરીમાં વિલંબ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, એકસાથે મોટા ૪ બોઇંગ પાર્ક થઇ શકે તે માટે રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગ તૈયાર કરી દેવામાં આવ્યું છે. ૧૫ દિવસ પહેલા દિલ્હી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશન (ડીજીસીએ)ની મંજૂરી મગાઇ છે. જે મંજૂરી બાદ જ ત્યાં ૧૮૦ સીટર મોટા બોઇંગ વિમાન પાર્ક થઇ શકશે.

Follow Me:

Related Posts