રાજકોટ કોંગ્રેસની મહિલા કાર્યકર્તાના ઘરેથી ક્રાઈમ બ્રાંચને મળ્યો મોંઘોડ દારૂ
ગુજરાતમાં આજે ૬ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જ રાજકોટમાં કોંગ્રેસની એક યુવા કાર્યકરના ત્યાંથી દારૂનો વિપુલ જથ્થો મળી આવતા કોંગ્રેસે ભોંઠી પડવાનો વારો આવ્યો છે. તો આ જ મહિલા કોંગ્રેસ કાર્યકર્તાના પતિ વિરૂદ્ધ પણ અન્ય એક ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ કાૅંગ્રેસની મહિલા કાર્યકર્તા ચાંદની લિંબાસિયા અને તેમના પતિ પિયૂષ લિંબાસિયાના ઘરમાંથી ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી બ્રાન્ડનો મોંઘોદાટ દારૂ ઝડપી પાડ્યો છે. તો ચાંદની લિંબાસિયાનો બંદૂકમાંથી ગોળિબાર કરતો એક વીડિયો પણ વાયરલ થતા બીજાે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુંસાર ચાંદની લિંબાસિયા અને તેનો પતિ પિયૂશ લિંબાસિયા છેલ્લા ત્રણ વર્ષથી કોંગ્રેસ પક્ષ માટે કામ કરી રહ્યા છે.
વર્તમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષ માટે ચાંદનીબેન સક્રિય ભૂમિકા નિભાવી હોવાનું પણ સામે આવ્યું હતું. બીજી તરફ પતિ પત્ની પ્રોહીબીશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યુ હતું. આમ ચૂંટણી ટાંણે જ કોંગ્રેસ કાર્યકર્તા પતિ-પત્ની વિરૂદ્ધ નોંધાયેલી ઘટના સામે આવતા રાજકોટમાં રાજકારણ ગરમાયું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા કોંગ્રેસના મહિલા કાર્યકર્તાનો પોતાના પતિની લાયસન્સવાળી રિવોલ્વોરથી કરેલા ફાયરિંગનો વિડીયો વાયરલ થયો હતો.
આ વીડિયો જાેકે એક વર્ષ જુનો છે. આ વીડિયો બાબતની ખરાઇ કરવા ક્રાઈમ બ્રાંચ રાજકોટ શહેરના નારાયણનગર પેડક રોડ ખાતે આવેલ મહિલાના ઘરે પહોંચી હતી. અહીંથી ભારતીય તથા વિદેશી બનાવટની ઇગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન તથા બોટલો મળી આવી હતી. જે બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂની મોંઘી બોટલો મળી આવતા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પતિ પત્ની વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો. કલમ ૩૩૬,૧૧૪ તથા આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આમ, ચાંદની બેન લિંબાસિયા તેમજ તેમના પતિ પિયુષભાઈ લિંબાસિયા વિરુદ્ધ બે જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે.
Recent Comments