રાજકોટ સિવિલ હોસ્પીટલમાં કોરોનાની બીજી લહેર વચ્ચે અનેક ગેરકાયદે પ્રકરણો સામે આવ્યા છે. રૂપિયા લઇ બેડ વેચવો, વૃધ્ધા સાથે દુષ્કર્મ, છરી મળવી સહિતના કિસ્સાઓમાં એટેન્ડન્ટની સંડોવણી ખુલવા પામી છે અને હવે એટેન્ડન્ટ યુવતી ઉપર એક એસઆઈએ નજર બગાડી જાતીય સતામણી કરી હોવાની ફ્રરીયાદ નોંધાવતા પ્રનગર પોલીસે મૂળ વેરાવળના શખ્સની ધરપકડ કરી છે.
રાજકોટમાં રહેતી અને સિવિલ કોવિડ હોસ્પિટલમાં છેલ્લા ૧૦ દિવસથી જામનગરની સિદ્ધનાથ એજન્સી મારફ્તે એટેન્ડન્ટ તરીકે નોકરી કરતી યુવતીએ મૂળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના રાકેશ મનસુખભાઈ માંકડિયા સામે પ્રનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રે નવથી સવારના સાત વાગ્યા સુધીની કોવિડમાં પાંચના માળે મારે નોકરી હતી, જ્યાં મોડી રાત્રે ત્રણેક વાગ્યે એક અજાણ્યો સેનેટરી ઇન્સ્પેકટર આવ્યો હતો.
તેણે મારી પાસે આવીને મારું નામ બોલીને કહ્યું હતું. બાદમાં નિલેશભાઈએ મને તારું ખાસ ધ્યાન રાખવાનું કહ્યું છે તેવી વાત કરી હતી. પરંતુ મેં મારા સુપરવાઈઝરએ કોઈ પુરુષ સાથે વાત ન કરવી તેવી સુચના છે તેવું જણાવતા બાજુમાં ટેબલ લઈને બેસી ગયો હતો. મારી સામે ખરાબ દ્રષ્ટિથી જાેતો હતો અને તું બહાર આવ તારી સાથે મારે વાત કરવી છે તેવું ચારેક વખત કહ્યું હતું. મેં બહાર જવાની ના પાડી તેને અહિયાથી જવાનું કહેતા તે જતો રહ્યો હતો અને તારા સુપરવાઈઝરને જાણ કરીશ તો હું નોકરી મુકીને વયો જઈશ તેવું કહી જતો રહ્યો હતો.
બાદમાં મારા સુપરવાઈઝર ભૌતીક્ભાઈ આવતા તેમણે બધી વાત કરતા તેઓને તપાસ કરીને મને સવારે આ શખ્સ એમ જે સોલંકી કંપનીના એસઆઈ રાકેશ માંકડિયા હોવાનું જણાવતા હું પ્રતાપનગર પોલીસ સ્ટેશને આવી હતી અને જાતીય સતામણી કરવા અંગે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ ચાવડા સહિતના સ્ટાફે આરોપીની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સિવિલમાં ફ્રજ બજાવતા એટેન્ડન્ટના કારનામાંઓથી હોસ્પિટલ તંત્રની છબી ખરડાઈ રહી છે.
Recent Comments